Saturday, February 28, 2015

આજે રજૂ થશે આમ બજેટ, મેક ઈન ઈન્ડિયા પર ફોક્સ

નાણામંત્રી અરૂણ જેટલી આજે સવારે 11 વાગ્યે લોકસભામાં આમ બજેટ રજૂ કરશે. આમ આદમીના બજેટથી મોટી અપેક્ષા છે. માનવામાં આવી રહ્યુ છે કે બજેટમાં ટેક્સ છૂટની સીમા 2.5-3 લાખ રૂપિયા થવાના આસાર છે. સાથે જ મેક ઈન ઈન્ડિયા પર ખાસ ફોક્સ રહી શકે છે.

બજેટમાં ઈલેક્ટ્રૉનિક, આઈટી હાર્ડવેરને રાહત પેકેજની જાહેરાતની અપેક્ષા છે. જ્યાં બજેટથી સુસ્ત પડેલા રિયલ્ટી સેક્ટરમાં જાન આવી શકે છે. નાના મકાનોના હોમલૉન પર વ્યાજ દર ઓછા થવાનો સંકેત છે. સાથે જ મન કી બાત કરવા વાળા પ્રધાનમંત્રી માટે આજે છે ધનની વાત કરવાના મોટા મોકા. આજના બજેટમાં સરકારનું શું હોવુ જોઈએ એક્શન પ્લાન, આવો જાણીએ.

બજેટમાં ટેક્સ હૉલિડેની જાહેરાત થઈ શકે છે અને મેડિકલ ડિવાઈઝ સહિત કેટલીક ઈન્ડસ્ટ્રીઝને રાહત મળી શકે છે. કાચા માલના ઈમ્પોર્ટ સસ્તા બની શકે છે, તો રોકાણ માટે ઠોસ જાહેરાત સંભવ છે. બજેટમાં જીએએઆર ટળવાનો ફેસલો થઈ શકે છે અને ટ્રાન્સફર પ્રાઈસિંગના નિયમ સહેલા થઈ શકે છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લૉ માં વધુ સફાઈ મુમકિન છે, તો એસઈઝેડ પર ડીડીટીના દર ધટવાની આસાર છે.

બજારમાં કેપિટલ ગેનમાં બદલાવને લઈને ઘણી ખબરો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સની પરિભાષામાં બદલી શકે છે અને લૉન્ગ ટર્મ ગેન્સની અવધિ 3 વર્ષની થઈ શકે છે. જો કે લૉન્ગ ટર્મ ગેન્સમાં બદલાવ બજારને પસંદ નથી આવ્યા. સાથે જ ડેટ ઈન્વેસ્ટમેન્ટ માટે લૉન્ગ ટર્મ ગેન્સની અવધિમાં બદલાવ મુમકિન છે, તો ઈક્વિટીમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેનની અવધિમાં બદલાવ નહીં થશે.

બજેટમાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(આરઈઆઈટીએસ) પર ટેક્સને લઈને સફાઈની અપેક્ષા છે. આરઈઆઈટીએસ માટે ફુલ ટેક્સ પાસ થ્રૂ સ્ટેટસ મળી શકે છે, પાસ થ્રૂ સ્ટેટસનો મતલબ આરઈઆઈટીએસ પર કોઈ ટેક્સ દેનદારી નથી. હાલમાં ખાલી ઈન્ટરેસ્ટ ઈનકમ પર થી જ પાસ થ્રૂ લાગે છે. જ્યાં હજુ ડિવિડેન્ડ દેવા પર આરઈઆઈટીએસ બનાવાવાળી એસપીવી પર ડીડીટી લાગશે.

ટેક્સપેયર માટે ટેક્સ છૂટની સીમામાં બદલાવની સંભાવના ઓછી છે. ટેક્સ દાયરામાં વધારે લોકોને શામિલ કરવાની કોશિશ થઈ શકે છે. બજેટમાં ટેક્સ સ્લેબમાં બદલાવની તૈયારી છે અને 80 સી માં રોકાણની સીમાને વધારી શકાય છે. સાથે જ 80સી ની સિવાય રોકાણનું નવુ વિન્ડો બનાવી શકાય છે. હોમલોનના વ્યાજ પર મળવાવાળી છૂટને 3 લાખ રૂપિયા કરી શકાય છે.

જ્યાં બજેટથી એસએમઈ સેક્ટરની અપેક્ષા છે કે કારોબાર શરૂ કરવામાં આસાની થાય અને તરહ-તરહના લાઈસન્સથી છૂટકારો મળે. સ્ટાર્ટ-અપ ફંડના બંટવારે પર સફાઈ આવે અને સ્ટાર્ટ અપ ફંડ રોકાણ પર ટેક્સ છૂટ મળશે. નવી નીતિઓથી વધારે વર્તમાન પૉલિસી પર કામ તેજ થયુ અને મેક ઈન ઈન્ડિયામાં એસએમઈ સેક્ટરની ભૂમિકા વધે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે મન ની વાત અને મોકા છે બજેટનું તો હવે સીએનબીસી બજાર તમારી સાથે કરશે નાણાની વાત. સીએનબીસી બજારને લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં જે મોટા મોટા વચન કર્યા છે તેમણે પૂરા કરવા માટે તેમણે નાણા મંત્રી અરૂણ જેટલીને એટલુ તો સાફ કહ્યુ હશે કે તે બજેટમાં મોટા અને કડક ફેસલા કરે.

Thursday, February 26, 2015

રેલવે બજેટ: 2015

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે પોતાનું પહેલું રેલવે બજેટ રજૂ કર્યું, જેમાં સામાન્ય નાગરિક માટે ઝાટકારૂપ કોઇ જોગવાઇ નથી કરાઇ. બજેટની ઉલ્લેખનીય વાત એ રહી કે એક પણ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી અને મુસાફર કે નૂર ભાડા પણ યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે ધારણા પ્રમાણે તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. રેલવે પ્રધાને બજેટમાં રેલવે નેટવર્કનાં આધુનિકીકરણ અને યાત્રિકોની સુવિધાઓ વધારવા પર વધુ ધ્યાન આપ્યું છે. ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવાની પ્રભુએ જાહેરાત કરી છે. આ ઉપરાંત એક અગત્યની જાહેરાત એ છે કે આવતા વર્ષ સુધીમાં દેશનાં 3000 જેટલા માનવરહિત રેલવે ક્રોસિંગને 6000 કરોડ રૂપિયાનાં ખર્ચે બંધ કરવામાં આવશે. 
મુસાફરો માટે સારા સમાચાર એ છે કે હવેથી 60 દિવસની જગ્યાએ 120 દિવસ પહેલા ટ્રેનમાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ઉપરાંત સ્માર્ટફોન પર ડેબિટ કાર્ડની મદદથી પાંચ મિનીટમાં અનરિઝર્વર્ડ ટિકિટ બુક કરી શકાય તેવી સવલત પણ જાહેર કરાઇ છે. મુસાફરોની સવલત માટેની નાણાકીય જોગવાઇમાં 67 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓની સુરક્ષાનાં મુદ્દાને પણ બજેટમાં ધ્યાન પર લેવામાં આવ્યો છે. જેના પગલે પસંદગીનાં રેલવે મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ નિર્ભયા ફંડનો ઉપયોગ રેલવેમાં મહિલાઓની સલામતી પાછળ  કરવામાં આવશે. 
 
રેલવે બજેટ અંગે પ્રતિક્રિયાઓ
 
અમે છેલ્લા 9 મહિનામાં ભારતીય રેલવેની સ્થિતિમાં કોઇ સુધારો જોયો નથી.
-બીએસપી પ્રમુખ માયાવતી
 
બજેટમાં મને કંઇ નવુ દેખાયું નથી, પહેલાનાં પ્રોજેક્ટને જ ચાલુ રાખવામાં આવ્યા છે. મુસાફરી ભાડામાં ઘટાડો કરવાની જરૂર હતી.
-કોંગ્રેસ નેતા, પૂર્વ રેલવે પ્રધાન પવન બંસલ

રેલવે પ્રધાનનાં બજેટ ભાષણની  હાઇલાઇટ્સ
 
-ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવામાં આવશે
-ગયા વર્ષની સરખામણીમાં રેલવે ઇલેક્ટ્રીફિકેશનમાં 1330 ટકાનો વધારો
-96000 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે 77 પ્રોજેક્ટનાં વિસ્તરણની જાહેરાત
-અમે રેલવે બોર્ડમાં એનવાયર્મેન્ટ ડિરેક્ટિવ ઉભું કર્યું છે
-રેલવે ગાર્ડને યોગની તાલીમ આપવામાં આવશે
-રેલવેની અસ્કયામતોને વેચવાની જગ્યાએ રેલવેનાં સંસાધનોનો નાણાકીય લાભ લેવાનું સૂચન
-નવા કોસ્ટલ કનેક્ટિવિટી પ્રોગ્રામ માટે 2000 કરોડ રૂપિયાની જોગવાઇ
-પસંદગીનાં સ્ટેશનો પર એન્ડ ટુ એન્ડ લોજિસ્ટીક્સ મેનેજમેન્ટ માટે પીપીપી મારફતે સહયોગનું સૂચન
-મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ રેલ માટે ફિઝિબિલિટી સ્ટડી એડવાન્સ સ્ટેજમાં, આ વર્ષનાં મધ્યમાં પૂરો થવાની ધારણા
-સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય
-ડાયમન્ડ ક્વાડ્રીલેટરલ પરનાં અન્ય રૂટ્સ પર હાઇ સ્પીડ ટ્રેનો માટેનો અભ્યાસ શરૂ કરાઇ રહ્યો છે
-9 હાઇ સ્પીડ કોરિડોર, હાઇ સ્પીડ ટ્રેનો- મેક ઇન ઇન્ડિયા માટે તકોઃ પ્રભુ
-9 રેલવે કોરિડોરમાં ટ્રેનની સ્પીડ 120 કિમી પ્રતિ કલાકથી વધારીને 160 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે
-10 રેલવે કોરિડોરમાં ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકથી વધારીને 200 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે
-ટ્રેનની સ્પીડ એટલી વધારવામાં આવશે કે દિલ્હી-મુંબઇ વચ્ચે યાત્રા એક જ રાતમાં કરી શકાય
-આવતા વર્ષે 3000 માનવરહિત રેલવે ક્રોસિંગ બંધ કરવામાં આવશે
-વ્હીલ ચેર માટે ઓનલાઇન બુકિંગ
-રેલવે માટે ઓલ ઇન્ડિયા 24x7 હેલ્પલાઇન શરૂ કરાશે
-એન્ડ ટુ એન્ડ લોજિસ્ટીક્સ સોલ્યુશન માટે નવા પીએસયુ TRANSLOCનું સૂચન
-ઉત્તર પૂર્વ ભારત અને જમ્મુ કાશ્મીર માટે રેલવે કનેક્ટિવિટી- હાલ ચાલી રહેલી પ્રક્રિયાને વેગ અપાશે
-ટ્રાફિક ફેસિલિટીનાં કામો માટે 100 ટકા વધુ ફંડની ફાળવણી
-સર્વોચ્ચ પ્રાથમિકતાનાં કામોને ફાસ્ટ ટ્રેક પર મૂકાશે
-77 નવા પ્રોજેક્ટ- રેલવે લાઇનનાં ડબલિંગ, ટ્રિપલિંગ, ક્વાડરપલિંગ, ઇલેક્ટ્રીફિકેશન માટેનાં
-400 રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ સર્વિસ
-રેલવે ટિકિટ હવે 120 દિવસ પહેલા બુક કરાવી શકાશે
-રેલવે સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવા 120 કરોડ રૂપિયાની જોગવાઇ
-108 ટ્રેનોમાં ઇ-કેટરિંગ
-રેલવે સ્ટેશનો પર સેલ્ફ ઓપરેટેડ લોકર્સની સુવિધા, જનરલ ક્લાસમાં મોબાઇલ ફોન ચાર્જિંગ ફેસિલિટી
-આઇઆરસીટીસી અક્ષમ નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને દર્દીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે
-દરેક કોચમાં ચઢવા માટે સરળ એવી સીડી લગાવવામાં આવશે
-હાલનાં ટ્રેક પર નવી બુલેટ ટ્રેનો દોડાવવામાં આવશે
-મુસાફરોની સવલત માટે 67 ટકા વધુ ફંડની જોગવાઇ
-અમે ટ્રેકની લંબાઇમાં 20 ટકા સુધીનો વધારો કરીશું અને મુસાફરોની વહન ક્ષમતાને 2.1 કરોડથી 3 કરોડ સુધી વધારીશું
-રેલવે નિર્ભયા ફંડનો ઉપયોગ મહિલાઓની સલામતી પાછળ કરશે
-બી કેટેગરીનાં રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે
-મોબાઇલ પર એસએમએસ એલર્ટ આપવામાં આવશે
-ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા કસ્ટમર સર્વિસ પોર્ટલ
-ટ્રેનોમાં બાયોટોઇલેટ્સ, વિમાન જેવા ટોઇલેટ્સ બનાવાશે
-ઓપરેશન 5 મિનીટ્સ- સ્માર્ટફોન, ડેબિટ કાર્ડ વડે 5 મિનીટમાં અનરિઝર્વડ ટિકિટ બુક કરાવી શકાશે
-અમુક મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે
- મુસાફરી ભાડામાં કોઇ વધારો નથી કરાયો
- 17000 ટોઇલેટ્સને મોડર્ન ટોઇલેટ્સ બનાવવામાં આવશે
- રેલવેની ક્લિનિંગને આઉટસોર્સ કરવામાં આવશે
- ટિકિટ બુક કરાવતી વખતે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જમવાનું પણ બુક કરી શકાશે
- રેલવેની બેડ લિનને નિફ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવશે
- 650 જેટલા રેલવે સ્ટેશનો પર નવા ટોઇલેટ્સ બનશે
 
રેલવે માટે ચાર લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા
 
1. જબરદસ્ત બૂસ્ટ મેળવવા પાડવા માટે ગ્રાહકનો અનુભવ, 2. સલામત મુસાફરી, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, 4. ભારતીય રેલવેને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવી
-કનેક્ટિવિટીમાં સુધારો ઘણો જરૂરી
-અમારા મુખ્ય લક્ષ્યાંકોમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો સમાવેશ
-આવતા 5 વર્ષમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
-રેલવેનો ઓપરેશન રેશિયો છેલ્લા નવ વર્ષમાં સૌથી સારો
-લોકોને રેલવે સાથે ઘણી અપેક્ષાઓ, પણ તેમાં ઘણા અવરોધો નડે છે
-આટલો મોટો દેશ, આટલું મોટું નેટવર્ક,  તો કેમ ન થઇ શકે રેલવેનો પુનર્જન્મ
-કુછ નયા જોડના હોગા, કુછ પુરાના તોડના હોગા
-ટ્રેનોની સ્પીડમાં વધારાને લક્ષ્યાંકિત કરવામાં આવશે
-રેલવે ઘણા લાંબા સમય સુધી અપુરતા રોકાણનાં વિષચક્રમાંથી પસાર થઇ છે, જેના પરિણામે તેની હાલત બગડી છે- પ્રભુ
-ભારતીય રેલવેનાં 492 સેક્શન 100 ટકાથી વધુ ક્ષમતાએ અને 228 સેક્શન 80-100 ટકા ક્ષમતાએ કામ કરી રહ્યા છે
-રેલવે ભારતને અનોખી રીતે જોડે છે
-આપણે ભારતનાં રેલવે મંત્રાલયને સલામતી, સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ઓર્ગેનાઇઝેશન બનાવવું પડશે- પ્રભુ
-રેલવે સુધારાની સફર ઘણી લાંબી છે, એક વર્ષમાં તે પૂરી નહીં થઇ શકે, સમય લાગશે- પ્રભુ
 

જાહેર કરાયેલી તમામ ટ્રેનો શરૂ

ગત વર્ષના રેલવે બજેટમાં અમદાવાદ માટે 7 જેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.
 
-રેલવેની જમીન પર અતિક્રમણ ગંભીર મુદ્દો, જેને ઉકેલવા માટે જમીનનું ડિજીટલ મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે
-રેલવે બજેટમાં પ્લાનનું કદ 52 ટકા વધારવામાં આવ્યું, બજેટ સપોર્ટમાં 17.8 ટકા, આંતરિક સ્રોતોમાંથી 17.8 ટકા વધુ આવક ઉભી કરાશે
-આવક વધારવા માટે ફાઇનાન્સિંગ સેલ ઉભું કરવામાં આવશે
-સમગ્ર રેલવે માટે આગામી કેટલાક મહિનાઓમાં સિસ્ટમ્સ ઓડિટનું સૂચન
-નૂરભાડાની કામગીરીને વધુ સરળ બનાવવા માટે વિકેન્દ્રિકરણ, નિયંત્રણમુક્તિ અને જવાબદારીઓની સોંપણી કરવામાં આવશે
-નવી લાઇનોની જરૂરિયાતો પૂરી કરવા જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવામાં આવશે
-ટેક્નોલોજી અપગ્રેડેશનમાં મદદરૂપ થવા 'કાયાકલ્પ' ફંડ ઉભુ કરવામાં આવશે
-રેલવેમાં ખાનગી રોકાણ આકર્ષવા માટેનું માળખું તૈયાર કરી દેવાયું છે

Saturday, February 21, 2015

વિદેશી બેન્કમાં ગોવિંદભાઈનું ખાતુઃ રૂ.૬૦ની નોકરી, ૧૨૦૦ કરોડ ટર્નઓવર


(તસવીરઃ વિદેશી બેન્કમાં ખાતા ધરાવતા લીસ્ટમાં જેનું નામ ખુલ્યું છે તે ગોવિંદભાઈ કાકડીયાની ફાઈલ તસવીર)
સુરતઃ એક અંગ્રેજી અખબરના અહેવાલમાં સ્વીસ બેંકમાં ખાતાં ધરાવતા દેશના 100 જેટલા લોકોના નામો જાહેર કરાયા છે. જેમાં બોલિવૂડ સેલિબ્રેટિથી લઈને અનેક ઉદ્યોગપતિઓના નામ છે. અખબાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અને જાહેર કરાયેલી યાદીનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં 34 જેટલા ગુજરાતીઓના નામ છે. આ યાદીમાં સુરતના હીરાના કટિંગ પોલીશિંગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના નામો પણ છે.
(તસવીરઃ વિદેશી બેન્કમાં ખાતા ધરાવતા લીસ્ટમાં જેનું નામ ખુલ્યું છે તે ગોવિંદભાઈ કાકડીયાની ફાઈલ તસવીર)

 સ્વિસ બેંકમાં ભારતીયોના 25,420 કરોડ, અંબાણી,ઠાકરેની વહુના પણ ખાતાં

જેમાં મુંબઈ અને સુરતમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા શિતલ ડાયમંડ કંપનીના માલિક ગોવિંદભાઈ કાકડીયાનું નામનો સમાવેશ પણ થાય છે. ગોવિંદભાઈ કાકડીયાએ divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે હું કશુ જ કહેવા માંગતો નથી. દેશ દુનિયામાં અમે હીરોનો ધંધો કરીએ છીએ. વિદેશમાં અમારી શાખાઓ છે. જ્યાં ધંધાકીય હેતુ માટે ખાતા ખોલાવેલા છે. દરેક ધંધાદારી ખાતા હોય તેવા અમારા ખાતા છે. બાકી અમારે કોઈ નિસ્બત નથી.
 
અહેવાલમાં દાવો કરવામાં આવ્યા પ્રમાણે આ યાદીમાં નીચેના ગુજરાતીઓના નામનો સમાવેશ થાય છે.
 
નામ રકમ
રીહાન હર્ષદ મહેતાઃ  5.36 કરોડ ડોલર
ભદ્રશ્યામ કોઠારીઃ 3.15 કરોડ ડોલર
શૌનક જીતેન્દ્ર પરીખઃ  3.02 કરોડ ડોલર
મુકેશ ધીરૂભાઈ અંબાણીઃ  2.66 કરોડ ડોલર
અનિલ ધીરૂભાઈ અંબાણીઃ 2.66 કરોડ ડોલર
રવિચંદ્ર વાડીલાલ મહેતાઃ  1.82 કરોડ ડોલર
કનુભાઈ આશાભાઈ પટેલઃ  1.60 કરોડ ડોલર
સચિન રાજેશ મહેતાઃ 1.23 કરોડ ડોલર
રવિચંદ્ર મહેતા બાલકૃષ્ણઃ  87.57 લાખ ડોલર
કુમુદચંદ્ર શાંતિલાલ મહેતાઃ 84.50 લાખ ડોલર
રાજેશકુમાર ગોવિંદલાલ પટેલઃ  69.08 લાખ ડોલર
હેમંત ધીરજઃ 62.37 લાખ ડોલર
અનુપ મહેતાઃ 59.76 લાખ ડોલર
બળવંતકુમાર દુલાભાઈ વાઘેલાઃ 44.05 લાખ ડોલર
દિલીપકુમાર દલપતલાલ મહેતાઃ  42.55 લાખ ડોલર
નટવરલાલ ભીમાભાઈ દેસાઈઃ 34.76 લાખ ડોલર
દિલીપ જ્યંતિલાલ ઠક્કરઃ  29.89 લાખ ડોલર
પ્રવિણ દસોતઃ 28.01 લાખ ડોલર
પટેલ લલિતાબેન ચીમનભાઈઃ  27.41 લાખ ડોલર
પ્રતાપ છગનરાય જોઈશરઃ 22.09 લાખ ડોલર
દેવાંશી અનૂપ મહેતાઃ  21.36 લાખ ડોલર
વિક્રમ ધીરાણીઃ  19.15 લાખ ડોલર
દીપેન્દુ બાપાલાલ શાહઃ  13.62 લાખ ડોલર
અરશદ હુસૈન જસદણવાલાઃ  12.29 લાખ ડોલર
હરીશ ઝવેરીઃ  11.91 લાખ ડોલર
મિલન મહેતાઃ  11.53 લાખ ડોલર
દીપક ગાલાણીઃ 9.40 લાખ ડોલર
અતુલ ઠાકોરભાઈ પટેલઃ  8.13 લાખ ડોલર
અનિલ પ્રાણલાલ શાહઃ 7.42 લાખ ડોલર
ભાવેન ઝવેરીઃ  7.17 લાખ ડોલર
કલ્પેશ કિનારીવાલાઃ  7.17 લાખ ડોલર
ગોકળ ભાવેશઃ 6.99 લાખ ડોલર
શોભા ભરતકુમાર આશરઃ 6.41 લાખ ડોલર
અલકેશ ભણશાળીઃ  5.79 લાખ ડોલર
સુરતના ગોવિંદભાઈએ ૬૦ રૂપિયાના પગારથી હીરા ઘસવાની શરૂઆત કરી હતી
ગોવિંદભાઈ કાકડીયા મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના પાટણા ગામના છે. તેમણે સુરત આવીને ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો હતો. 35 વર્ષ પહેલાં તેમણે અહીં જ પોતાના મેન્યુફેક્ચરીંગ યુનિટ શિતલ ગ્રુપના નામે શરૂ કર્યા હતા. ગોવિંદભાઈના અન્ય ત્રણ ભાઈઓ છે, જેઓ પણ અલગ અલગ યુનિટો અહીંયા સંભાળી રહ્યાં છે. ગોવિંદભાઈના અન્ય ભાઈઓ વલ્લભભાઈ અને રવજી ભાઈ સુરતમાં તેમનો બિઝનેશ સંભાળે છે અને હિરાભાઈ અને ગોવિંદભાઈ પોતે મુંબઈમાં સંભાળે છે. તેમના ત્રણ મેન્યુફેક્ચરીંગ યુનિટ સુરતમાં છે. જેમાં એક, કતારગામ ખાતે એક પોદાર ખાતે અને અન્ય એક વરાછા ખાતે છે. આ ઉપરાંત તેમની ટ્રેડિંગ ઓફિસ મુંબઈમાં છે. આ ઉપરાંત બેલ્જીયમના એન્ટવર્પમાં પણ તેમની એક શાખા છે અને હોગંકોગના કોવલુનમાં પણ તેમની એક ઓફિસમાં છે.

ગોવિંદભાઈએ જ્યારે હિરા ઘસવાની શરૂઆત કરી હતી ત્યારે તેમનો પગાર માત્ર રૂ. 60 હતો અને હવે તેઓ રૂ. 1200 કરોડના એમ્પાયરના માલિક છે. તેમના ડાયમંડ યુનિટમાં દર વર્ષે 1.5  મિલિયન કેરેટ હિરા ઘસવામાં આવે છે. આ ઉપરાંત કીહા નામની જ્વેલેરી બ્રાન્ડ પણ તેમની પોતાની જ છે, જે એક જાણિતી બ્રાન્ડ છે.1968માં ગોવિંદભાઈએ હિરા ઘસવાની શરૂઆત ભાવનગરથી કરી હતી અને તેઓ ત્યારે રૂ. 60ના પગારે કામ કરતા હતા. 1976માં તેમણે પોતાની કંપનીની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ 1985માં તેમણે પોતાની કંપની ભાવનગરથી સુરતમાં શિફ્ટ કરી હતી. 2000માં તેમણે પોતાની જ જ્વેલેરી ડિઝાઈનિંગની કંપની શરૂ કરી હતી. 2003માં તેમણે પોતાના દિકારની મદદથી કિહા જ્વેલેરી બ્રાન્ડ શરૂ કરી હતી. કિહાના જ આખા ભારતમાં 15 જેટલા સ્ટોર છે. તેમની કંપનીમાં 20,000 જેટલા કર્મચારીઓ છે અને ભારતના આખા ડાયમંડ ઉદ્યોગમાં તેમની પાસે સૌથી વધુ કર્મચારીઓ છે.  
ગોવિંદભાઈએ શરૂઆતમાં જ પોતાનું એક મશિન ભાડે લીધું હતું અને ઘણાં સમય સુધી તેઓ એકલા જ કામ કરતા હતા અને તેની સાથે જ તેમણે મુંબઈના સીપી ટેન્ક વિસ્તારમાં નાનકડી ઓફીસ શરૂ કરી હતી. 2007માં શિતલ ડાયમંડને જીજેઈપીસીનો બેસ્ટ ડાયમંડ કટીંગ માટેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અમદાવાદમાં શિતલ ગ્રુપની લક્ષ્મીબેન કાકડિયા હોસ્પિટલ પણ છે, જે 2007માં જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

નમો સૂટ ખરીદનારા લાલજી પટેલ પર પડી ચૂક્યા છે ITના દરોડા

સુરતઃ નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલો સૂટ મેળવવા માટે શનિવારે સાંજે સાયન્સ સેન્ટર પર ભારે રસાકસી અને ભીડને કારણે અવ્યવસ્થા વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. હરાજીનો સમય પૂરો થાય તે પહેલા ગણતરીની મિનિટોમાં વેપારીઓ દ્વારા 4.29 કરોડથી 5 કરોડ સુધીની બોલી બોલાઈ હતી.
નમો સૂટ ખરીદનારા લાલજી પટેલ પર પડી ચૂક્યા છે ITના દરોડા

જોકે મોદી સૂટ ખરીદવા નીકળેલા આ બધા લોકો ભૂતકાળમાં આઈટીની ઝપટમાં આવી ચૂક્યા છે અને તેમની પાસેથી કરોડોનું નાણું પણ ઝડપાયું ચૂક્યું છે. આજે અમે તમને મોદી સૂટ માટે સૌથી ઉંચી ચાર બોલી લગાવનારા વેપારીઓને ત્યાં પડેલા દરોડા અને તેમાં મળેલા કાણા નાણા વિશે માહિતી આપી રહ્યા છીએ.  
 
મોદી સૂટ માટે 4.31 કરોડની ઓફર કરવામાં આવી હતી અને ત્યારબાદ 5 કરોડની બોલી બોલવામાં આવી હતી. જોકે, પાંચ કરોડની બોલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાના કારણે સ્વિકારાઈ ન હતી. નમો સૂટ માટે લવજી બાદશાહ તરફે તેમના ભાગીદાર જયંતિ ઇકલેરાએ 4.29 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. ત્યારબાદ ડ્રામા વચ્ચે લાલજીભાઇએ હરાજીની સમય મર્યાદા પૂરી થવાને માત્ર ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે 4,31,31,311 રૂપિયાની ઓફર રજુ કરી જે ફાયનલ રહી હતી. 
 
સૂટ ખરીદનારા લાલજીભાઇ પટેલની પેટકો કંપની પર આઇટીએ છાપો માર્યો હતો
નમો સૂટ ખરીદનારા લાલજી પટેલ પર પડી ચૂક્યા છે ITના દરોડા
ધર્મનંદન ડાયમંડના સંચાલક લાલજીભાઇ પટેલ પોતાના આઇટી રિર્ટન મુંબઇથી ફાઇલ કરે છે અને તેમની કુરકુરે તેમજ વેફર્સ બનાવવાનું પેટકો નામનું યુનિટ કોસંબા નજીક આવેલુ છે. દોઢ વર્ષ અગાઉ ઇન્કમટેક્સના અધિકારીઓએ પેટકો ફુડ પ્રોડક્ટ પર છાપો મારીને તપાસ કરતા આ ફુડ પ્રોડક્ટ યુનિટમાંથી રૂ.2 કરોડની બેનામી આવકના દસ્તાવેજો હાથ લાગ્યા હતા. આ સિવાય લાલજીભાઇ સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ છે અને તેઓ સુરતમાં ચાર્ટર પ્લેનની કંપની પણ ચલાવે છે.
 
 
 
લવજી બાદશાહ-જયંતિ એકલારા પાસે 3 વર્ષ પહેલા રૂ.100 કરોડ કાળુ નાણું ઝડપાયું હતું

નમો સૂટ ખરીદનારા લાલજી પટેલ પર પડી ચૂક્યા છે ITના દરોડા
અંજની ગ્રુપના ભાગીદાર એવા લવજીભાઇ ડાલિયા ઉર્ફે લવજીભાઇ બાદશાહ અને જયંતિભાઇ એકલારાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સૂટ ખરીદવા માટે છેલ્લે રૂ.4.51 કરોડની ઓફર આપી હતી. જો કે, હરાજીની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવાથી તેમની ઓફર સ્વીકારાઇ ન હતી. લવજી બાદશાહ શહેરના જાણીતા બિલ્ડર છે અને તેમના અંજની ગ્રુપમાં વર્ષ 2011માં તેમજ વર્ષ 2012માં ઉપરા ઉપરી બે વર્ષ સુધી ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. આ દરોડાની કામગીરી એક અઠવાડીયા સુધી ચાલુ રહી હતી અને અંજની ગ્રુપમાંથી 100 કરોડનું કાળુ નાણું ઝડપાયું હતું.
 
મુકેશ પટેલે ઇન્કમટેક્સ ઓફિસરોની હાજરીમાં કોમ્પ્યુટર અને ફ્લોપીનો નાશ કર્યો હતો
નમો સૂટ ખરીદનારા લાલજી પટેલ પર પડી ચૂક્યા છે ITના દરોડા
ગુરૂવારે વડા પ્રધાનનો સૂટ ખરીદવા સૌથી ઉંચી ઓફર કરનાર બિલ્ડર કમ હીરા ઉદ્યોગકાર મુકેશ પટેલે રૂ.1.48 કરોડની ઓફર આપી હતી. શુક્રવારે મુકેશ પટેલે છેલ્લે મોટામાં મોટી ઓફર રૂ.2.92 કરોડની આપી હતી. મુકેશ પટેલ પંદર  વર્ષ પહેલા શહેરના જાણીતા એમ.કાંતિલાલની હીરાની પેઢી સાથે સંકળાયેલા હતા. અંદાજે 10 વર્ષ પહેલા મુકેશ પટેલના વરાછા રોડ માતાવાડી ખાતેના હીરાના કારખાના પર ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. ત્યારે રોષે ભરાયેલા મુકેશ પટેલે પોતાના ધંધાના દસ્તાવેજો આઇટીના હાથમાં ન આવે તેના માટે પોતાની ઓફિસના કોમ્પ્યુટર તોડી નાંખ્યા હતા. તેમજ ફ્લોપીઓ પણ તોડી નાંખી હતી. આ ઘટના બાદ ઇન્કમટેક્સ દ્વારા મુકેશ પટેલ વિરૂધ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી હતી.
નમો સૂટ ખરીદનારા લાલજી પટેલ પર પડી ચૂક્યા છે ITના દરોડા
કોમલકાંત શર્માને ત્યાંથી રૂ.27 કરોડનું કાળુ નાણું ઝડપાયું હતું

કોમલકાંત શર્મા ભાવનગરના અલંગ ખાતે શીપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. કોમલકાંત શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની ખરીદી માટે ગુરૂવારના રોજ રૂપિયા 1.41 કરોડની ઓફર આપી હતી. કોમલકાંત શર્માને ત્યાં વર્ષ 2012માં આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. અલગ અલગ 40 પ્રિમાઇસીસમાં થયેલી આ તપાસમાં રૂ.27 કરોડનું કાળુ નાણું ઝડપાયું હતું. કોમલકાંત શર્માએ શુક્રવારના રોજ કોઇ ઓફર આપી ન હતી.
 
 
 
 

Wednesday, February 11, 2015

આ ચમત્કારી મંત્રના દરરોજ જાપથી, ગરીબના ઘરે પણ થશે સોનાની વર્ષા

આ ચમત્કારી મંત્રના દરરોજ જાપથી, ગરીબના ઘરે પણ થશે સોનાની વર્ષાપૈસા કે ધન આજે બધાની સૌથી મોટી જરૂરીયાત બની ગઈ છે. તેની પ્રાપ્તિ માટે ઘણાં પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. પછી પણ ઘણાં લોકોની સાથે એવું થાય છે કે વધારે મહેનત પછી પણ તેને જરૂરીયાત પૂરતાં પણ પૈસા નથી મળી શકતાં. કેટલાક લોકોની આવક તો સારી હોય છે, પણ બચત નથી થઈ શકતી. જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર એવું થવાની પાછળ ઘણાં કારણો રહેલા છે.   

ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે આપના પર મહાલક્ષ્મી દેવી હંમેશા પ્રસન્ન રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ ધન સંબંધમાં સંતુષ્ટ થઈ શકતો નથી. જેથી આજે અમે તેમના એવા ખાસ મંત્ર વિશે જણાવીશું જેનાથી ધનને આવતા કોઈ રોકી શકશે નહીં.   
મંત્રઃ-
ॐ वं श्रीं वं ऐं लीं श्रीं क्लीं कनकधारयै स्वाहा।
આ મંત્ર તથા કનકધારા સ્તોત્ર સહિત કનકધારા યંત્રની પૂજા-અર્ચનાથી દરિદ્રતા દૂર થાય છે, ઋણથી મુક્તિ મળે છે. નોકરી અને વેપારમાં લાભ પ્રાપ્ત થાય છે, આકસ્મિક ધન પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ ગ્રંથ શંકર દિગ્વિજયના ચોથા સર્ગમાં ઉલ્લેખિત ઘટના મુજબ જગતગુરૂ શંકરાચાર્યે એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે આ સ્તોત્રના પાઠથી સોનાની વર્ષા કરાવી હતી.
મંત્ર જેના જાપથી ઈશ્વર ધન આપવા માટે મજબૂર થઈ જાય છે...........
કુબેર મહારાજ ભગવાનના કોશાધ્યક્ષ છે. તેમની પાસે જ ભગવાનના ખજાનાની ચાવી છે. કહેવાય છે કે લક્ષ્મી ધનનું આશીર્વાદ આપે છે પરંતુ કુબેર ધનની વર્ષા કરે છે. જો કુબેરને આકર્ષી ધન પ્રાપ્ત કરવું હોય તો દ્વિપુષ્કર, ત્રિપુષ્કર યોગ અથવા દીવાળીની રાતે સંકલ્પ લઈને નિયમિત આ નીચે આપેલાં મંત્રનું ત્રણવાર અથવા ઓછામાં ઓછી એક માળા જાપ કરવી. જાપ સમયે મોઢું ઉત્તર દિશા તરફ રાખવું.   
મંત્રઃ-
'यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये। धनधान्यसमृद्घिं में देहि दापाय स्वाहा।।

HSBC લિસ્ટમાં ભારતીય ખાતેદારોની સંખ્યા બમણી

જિનિવા સ્થિત એચએસબીસીના ભારતીય ખાતેદારોનાં નવાં નામ બહાર આવ્યા બાદ ભારત તેની તપાસ શરૂ કરશે. સત્તાવાળાઓએ સ્વિસ ખાતાની સૌથી પહેલાં માહિતી લીક કરનાર વ્હિસલબ્લોઅરનો પણ સંપર્ક કર્યો છે.

નાણામંત્રી અરુણ જેટલી તથા કાળાં નાણાંની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) એ જણાવ્યું છે કે નવાં નામોની તપાસ કરાશે. અરુણ જેટલીએ પત્રકારોને જણાવ્યું કે, "કેટલાંક નવાં નામ બહાર આવ્યાં છે જેની ખરાઈ કરવામાં આવશે."

સિટના વાઇસ ચેરમેન અરિજિત પસાયતે પત્રકારોને જણાવ્યું હતું કે, "કાળાં નાણાંના પુરાવા હોય તેવા તમામ નવા કેસની અમે તપાસ કરીશું. અમે 31 માર્ચ સુધીની સમયમર્યાદામાં આવતા તમામ કેસની પૂર્ણ તપાસ કરાવીશું." એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ને નવા લિસ્ટ વિશે માહિતી એકત્ર કરવા અને સિટને તે સોંપવા જણાવાયું છે.

સોમવારે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું હતું કે એચએસબીસીની યાદીમાં 1,195 ભારતીય નામો સામેલ છે. 2011માં ફ્રેન્ચ સત્તાવાળાઓએ ભારતને આપેલી યાદીમાં 628 નામો હતાં જેની સંખ્યા હવે બમણી થઈ છે. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે)એ એચએસબીસી બેન્કની સ્વિસ બ્રાન્ચમાં ખાતાં ધરાવતા હોય તેવા વિશ્વભરના એક લાખ ખાતેદારોનાં નામ જાહેર કર્યાં છે તેમાં ભારતીયો અને એનઆરઆઇનાં નામ સામેલ છે.

આ યાદીમાં સ્થાન ધરાવતા મુકેશ અને અનિલ અંબાણી, એનઆરઆઇ બિઝનેસમેન નરેશ ગોયલ અને રાજકારણી નારાયણ રાણેએ વિદેશમાં કોઈ ગેરકાયદે બેન્ક એકાઉન્ટ હોવાની વાત ફગાવી દીધી હતી. નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આમાંથી કેટલાંક નામો સરકારને અગાઉ મળેલી યાદીમાં પણ સામેલ હતાં. તમામ નવા કેસમાં કાયદાની જોગવાઈ પ્રમાણે આવશ્યક તપાસ કરવામાં આવશે."

આપના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે એચએસબીસી બેન્ક સામે સરકારે પગલાં લઈને બ્લેક મની ધરાવતા ભારતીયોની વિગત મેળવવી જોઈએ. ભાજપનાં નેતા કિરણ બેદીએ તેને 'ચોરાયેલાં' નાણાં ગણાવ્યાં હતાં.

કેજરીવાલે ટ્વિટ કરી કે, "ભાજપ સરકાર શા માટે એચએસબીસીના અધિકારીઓ સામે પગલાં નથી લેતી? તેઓ બધાં રહસ્યો ખોલી નાખશે. અમેરિકાએ આવું જ કર્યું હતું."

સરકારના નિવેદનમાં જણાવાયા પ્રમાણે આવકવેરા વિભાગ વ્હિસલબ્લોઅર સાથે પહેલેથી સંપર્કમાં છે જેણે આ બધાં નામ બહાર પાડ્યાં છે. વ્હિસલબ્લોઅરને ભારતીયોનાં ગેરકાયદે ખાતાંની વિગત પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે. તેના તરફથી હજુ જવાબ મળ્યો નથી. સ્વિટ્ઝર્લેન્ડે કહ્યું છે કે આ માહિતી ચોરાયેલા ડેટામાંથી આપવામાં આવી છે.

Miracle Of Andes:ડેડબોડી ખાઈ જીવતા રહ્યા હતા 14 લોકો, એન્ડીજ પહાડ સાથે ટકરાયુ હતુ પ્લેન

એન્ડીજ ફ્લાઈટ ડિઝાસ્ટર બાદ બચેલા લોકો
 ઈતિહાસમાં એવી અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેમાં લોકોને જીવિત રહેવ માટે અનેક વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આવી જ એક ઘટન ઈસ 1972માં એન્ડીજ પહાડો વચ્ચે થઈ હતી. જેમાં જીવિત બચેલા લોકોએ તે બર્ફીલી પહાડીઓમાં 72 દિવસો સુધી ભોજન વિના રહેવું પડ્યુ હતુ. ઈતિહાસમાં આ દુર્ઘટના ‘મિરેકલ ઓફ એન્ડીજ’ અને ‘એન્ડીજ ફ્લાઈટ ડિઝાસ્ટર’ રૂપે પ્રસિદ્ધ છે. આ દર્દનાક ઘટના 13 ઓક્ટોબર 1972ના થઈ હતી અને તેનો શિકાર ઉરૂગ્વેની ઓલ્ડ ક્રિશ્ચિયન ક્લબની રગ્બી ટીમ થઈ હતી.
એન્ડીજ ફ્લાઈટ ડિઝાસ્ટર બાદ બચેલા લોકો

ઉલ્લેખનીય છે કે ઉરુગ્વે એરફોર્સનું પ્લેન ટીમના ખેલાડીઓ તેમજ અધિકારીઓ સાથે તેમના પરિવાર અને મિત્રોને લઈને એન્ડીજ પર્વત ઉપરથી પસાર થઈ રહ્યુ હતુ. પ્લેનમાં કુલ 45 લોકો સવાર હતા. ઉડાન ભર્યા બાદ મોસમ ખરાબ થવા લાગ્યુ, જેના કારાણે પાયલટને બર્ફીલા પહાડ દેખાયા નહી. એવામાં 14 હજાર ફુટની ઉંચાઈ પર ઉડી રહેલુ પ્લેન સીધુ એન્ડીજ પર્વત સાથે ટકરાયુ.
 
14 લોકો જીવતા બચ્યા
 
ડેડબોડી ખાઈ જીવતા રહ્યા હતા 14 લોકો, એન્ડીજ પહાડ સાથે ટકરાયુ હતુ પ્લેનએન્ડીજ સાથે ટકરાયા બાદ ફ્લાઈટના મોટાભાગના લોકોના મોત નિપજ્યા હતા, માત્ર 27 લોકો જીવતા બચ્યા હતા. તેમણે પણ બચવાની કોઈ આશા દેખાતી ન હતી. એવામાં રગ્બી ટીમના બે ખેલાડીઓ નંદો પૈરાડો અને રોબર્ટ કૈનેસાએ હાર ન માની અને પોતાની હિમ્મતથી ન માત્ર પોતાને બચાવ્યા પરંતુ અન્ય 14 લોકોના જીવ બચાવવામાં પણ સફળતા મેળવી.
 
ડેડબોડી ખાઈને કામ ચલાવ્યુ
દુર્ઘટનાની જાણ થતા જ ઉરુગ્વેની સરકારે સક્રિયતા બતાવી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દિધુ. પરંતુ પ્લેનનો રંગ સફેદ હોવાના કારણે બરફથી ઢંકાયેલા એન્ડીજ પર તેને શોધવું ખુબ મુશ્કેલ હતુ. એવામાં 11માં દિવસે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરી દેવાયુ. ત્યારબાદ અહીં ફસાયેલા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનતુ ગ8યુ. બચેલા લોકોએ શરૂઆતમાં તેની સાથે રહેલા ભોજનને નાના-નાના હિસ્સામાં વહેચી લીધુ, પરંતુ જ્યારે તે સમાપ્ત થઈ ગયુ પછી આ લોકોએ પોતાના જ સાથીઓની લાશના ટુકડાઓને ખાવાના શરૂ કરી દિધા.
ડેડબોડી ખાઈ જીવતા રહ્યા હતા 14 લોકો, એન્ડીજ પહાડ સાથે ટકરાયુ હતુ પ્લેનડેડબોડી ખાઈ જીવતા રહ્યા હતા 14 લોકો, એન્ડીજ પહાડ સાથે ટકરાયુ હતુ પ્લેનએન્ડીજના પહાડો પર ફસેલા મોટાભાગના લોકો જ્યાં મોતની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં જ નંદો પૈરાડો અને રોબર્ટ કૈનેસા મદદ શોધવા માટે નીકળી પડ્યા. કમજોર હોવા છતાં આ લોકોએ ગજબનું સાહસ બતાવી 12 દિવસ ટ્રેકીંગ કર્યુ. ત્યારબાદ તે ચિલીના માનવવસ્તી વાળા વિસ્તારમાં પહોચી ગયા. જ્યાં બન્નેએ રેસ્ક્યુ ટીમને પોતાના સાથીઓનું લોકેશન બતાવ્યુ. આ રીતે આ બન્ને ખેલાડીઓએ ન માત્ર પોતાનું જ જીવન બચાવ્યુ, પરંતુ પોતના સાથીઓ માટે પણ દેવદુત સાબિત થયા.

આપ’ સામે ‘ઓલ આઉટ’, ભાજપ-કોંગ્રેસના સૂપડા સાફ: દિલ્હી બન્યા બાદ AAPની સૌથી મોટી જીત


(તસવીર - આપની વિજય બાદ આનંદ વ્યક્ત કરતા કાર્યકરો)નવી દિલ્હી: દિલ્હીનાં પરિણામોથી દિલ્હી જ ચોંકી ગયું. આમ આદમી પાર્ટીને આટલી જંગી જીતની આશા નહોતી કે ભાજપને આટલી મોટી હારની શંકા નહોતી. કોંગ્રેસે તો એક પણ બેઠક નહીં મળે તેવું વિચાર્યું પણ નહોતું. મંગળવારે દિવસ ચડતો ગયો તેમ તેમ નરેન્દ્ર મોદીની સામે કેજરી ‘વાલ’ બની ગયા હતા.
 
(તસવીર - આપની વિજય બાદ આનંદ વ્યક્ત કરતા કાર્યકરો)
-પહેલી વખત ભાજપ, કોંગ્રેસના સીએમ પદના ઉમેદવારો હાર્યા
- 14મીએ ખુરશી છોડી હતી હવે 14મીએ જ કેજરીવાલ શપથ લેશે

મોદી-અમિત શાહની 13 વર્ષ જૂની જોડીનો સતત 11 ચૂંટણીની જીતનો રથ રોકાઈ ગયો. નીતીશ, લાલુ, મુલાયમ, મમતા જેવા નેતાઓએ આને અહંકારની હાર ગણાવી. કેજરીવાલ આપ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા. વેલેન્ટાઇન ડે એટલે કે 14મી ફેબ્રુઆરીએ શપથ લેશે. ગત વર્ષે આ જ તારીખે તેમણે રાજીનામું આપી દીધું હતું.

આપ : તમામ અનુમાનો ખોટા સાબિત થયાં. દર બીજો મત આપને મળ્યો

- 139 % સીટો વધી.24 ટકા વોટ શેર વધ્યો. પાછલી વિધાનસભા ચૂંટણીઓથી સામાન્ય ચૂંટણીમાં 33 % વોટ.
-31 સીટો મળી જે 2013માં ભાજપ પાસે હતી. કોંગ્રેસની 7 સીટો પર પણ કબજો જમાવ્યો
- - સૌથી મોટી જીત આપના મહિંદર યાદવની 77665 વોટથી
-  સૌથી નાની જીત આપના કૈલાશ ગેહલોતની 1555 વોટથી

તમામ મોટી જીત આપની
જીતનું અંતર         સીટ     આપને
10000 થી 25000    25     24
25000 થી 50000    30    તમામ
50000 કરતાં વધુ     6    તમામ
 
ભાજપ : 225થી વધુ રેલી,બેઠકો માત્ર ત્રણ
- 24 પ્રધાન , 120 સાંસદ , 50 નેતા, પીએમ , પક્ષ અધ્યક્ષ મેદાનમાં ઉતર્યા.
91% બેઠકો ગુમાવી 14 મહિનામાં
57 બેઠકો પર સરસાઇ ગુમાવી. સામાન્ય ચૂંટણી દરમિયાન 60 બેઠકો પર સરસાઇ હતી.
 
62 બેઠકો પર નંબર ટુ રહ્યો ભાજપ
 
હું હારી નથી. પરાજય વિષે પૂછવું હોય તો ભાજપને પૂછો
- કિરણ બેદી, પરાજય પછી હાર્વર્ડ જવાના મુદ્દે મૌન
 
કોંગ્રેસ : 70માંથી 63ની અનામત જપ્ત
100 % બેઠક ઘટી 14 મહિનામાં. જ્યારે સામાન્ય ચૂંટણીમાં 79 ટકા બેઠકો ઘટી હતી. અર્થાત 125 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન.
15 % વોટ શેરમાં ગિરાવટ. સામાન્ય ચૂંટણીમાં 15 ટકા મત હતા. આપથી 18 ટકા ઓછા.
 
હું જવાબદારી લઇને મહામંત્રીપદેથી પણ રાજીનામું આપું છું.- અજય માકન