Wednesday, April 27, 2016

સોનું ૨૦૧૬ના અંત સુધીમાં ૩૪,૧૯૦ થવાની આગાહી

goldબુલિયન બુલેટિન - મયૂર મહેતા, દુબઈ

વર્લ્ડની ટૉપ-લેવલની કંપનીના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટે ચાલુ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધીને ૧૪૫૦ ડૉલર એટલે કે ભારતીય માર્કેટમાં ૩૪,૧૯૦ રૂપિયા થવાની આગાહી કરી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગના આઉટકમ પર  હવે બધાની નજર મંડાયેલી છે. અમેરિકા જૂનમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારશે કે કેમ એના સંકેત એપ્રિલની મીટિંગમાં ફેડની કમેન્ટ પરથી નીકળી શકશે એવી બધાને ધારણા છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ મંગળવારથી શરૂ થઈ રહી છે. આ મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ખાસ કોઈ ચાન્સિસ નથી, પણ ગ્લોબલ ઇકૉનૉમી અને મૉનિટરી પૉલિસી વિશે ફેડની કમેન્ટ સોનાની માર્કેટ માટે બહુ જ મહત્વની બની રહેશે. જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ-રેટ લોન માટે પણ એપ્લાય કરવાનું નક્કી કરતાં ડૉલર શૉર્ટ ટર્મ સુધર્યો હતો. ચીનના ઇકૉનૉમિસ્ટોએ સરકારને આર્થિક બેહાલી માટે ચેતવણી આપી હતી, કારણ કે સરકારી દેવું GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ૨૩૭ ટકાએ પહોંચ્યું છે. જપાનની સરકારી દેવાની સ્થિતિ ૧૯૯૦માં હતી એ સ્થિતિએ ચીન આવી ચૂક્યું હોવાથી ઇકૉનૉમિસ્ટો સરકારને વધુ આર્થિક બરબાદી માટે ચેતવી રહ્યા છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

સોનામાં લૉન્ગ ટર્મ તેજી થવાની આગાહી અનેક ટેક્નિકલ ઍનલિસ્ટો અને માર્કેટ ગુરુઓ દ્વારા થઈ રહી છે. વર્લ્ડની ટૉપ-લેવલની રિસર્ચ કંપનીના ટેક્નિકલ ઍનલિસ્ટે સોના વિશે નવી આગાહી કરતાં જણાવ્યું હતું કે ૨૦૧૬ના અંત સુધીમાં સોનાનો ભાવ વધીને ૧૪૫૦  ડૉલર (૩૪,૧૯૦ રૂપિયા) થશે. હાલના ભાવથી ૨૦૦થી ૨૧૫ ડૉલરની તેજી થવાની આગાહી કરાઈ હતી. હાલ સોનાનો ભાવ વિદેશમાં ૧૨૩૪.૩૬ ડૉલર અને ઘરઆંગણે ૨૯,૧૦૦ રૂપિયા ચાલે છે. ટેક્નિકલ ઍનલિસ્ટની આગાહી અનુસાર સોનું ૧૨૮૦ ડૉલર (૩૦,૧૫૦ રૂપિયા) પાર કરી ગયા બાદ નવી બાઇંગ પૅટર્ન જોવા મળશે અને સોનામાં ઝડપી તેજીનો નવો તબક્કો શરૂ થશે.

સોનાની ઇમ્પોર્ટ ૨૦૧૫-’૧૬માં આઠ ટકા ઘટી

વર્લ્ડ લેવલે સોનાનો ભાવ ઘટતાં અને છેલ્લા બે મહિના દરમ્યાન જ્વેલરોની સ્ટ્રાઇકની અસરને કારણે ગયા નાણાકીય વર્ષ ૨૦૧૫-’૧૬માં સોનાની ઇમ્પોર્ટ આઠ ટકા ઘટીને ૩૧.૭૨ અબજ ડૉલરની થઈ હતી. આગલા નાણાકીય વર્ષમાં સોનાની ઇમ્પોર્ટ ૩૪.૩૮ અબજ ડૉલરની નોંધાઈ હતી. સોનાની ઇમ્પોર્ટનું મૂલ્ય ઘટતાં દેશની કરન્ટ અકાઉન્ડ ડેફિસિટ માર્ચમાં પાંચ વર્ષની નીચી સપાટીએ ૫.૦૭ અબજ ડૉલરની હતી જે ગયા વર્ષે માર્ચમાં ૧૧.૩૯ અબજ ડૉલરની રહી હતી.

ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૯,૨૬૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૯,૧૧૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૪૦,૨૫૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

Tuesday, April 26, 2016

IPLના ઘણા ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટને દેશ બહાર ખસેડવાની તરફેણમાં

IPLના ટીમ માલિકો અને તેના ટોચના મેનેજર્સનો મૂડ બદલાઈ રહ્યો છે. દર વર્ષે ભારતમાં રમાતી આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટને 2017માં વિદેશમાં ખસેડવાની તરફેણ કરનારાની સંખ્યા વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાણીની તંગીના મુદ્દે IPL સામે કોર્ટમાં ઘણી ફરિયાદ થઈ છે અને કેટલાક કિસ્સામાં કોર્ટે IPLને અન્ય સ્થળે ખસેડવાનો ચુકાદો પણ આપ્યો છે.

IPLની એક ફ્રેન્ચાઇઝીના CEOએ જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિ IPLની ખામીઓ શોધવા સક્રિય હોય તેમ જણાય છે. આવી બાબતોની બિઝનેસ પર અસર પડે છે. જુદાં જુદાં રાજ્યોમાં પાણીની તંગી સાથે IPLને શી લેવાદેવા છે? પાણી પૂરું પાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે." અન્ય ટીમ માલિકે જણાવ્યું હતું કે, આવાં કારણોસર ટુર્નામેન્ટ વિદેશ જશે તો જે તે શહેરની ટીમના ચાહકો ઘરઆંગણે મેચ જોવાથી વંચિત રહેશે. કોઈ ટીમના માલિક અને CEOએ ઇટીને જણાવ્યું હતું કે, IPL મેનેજમેન્ટ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટુર્નામેન્ટને વિદેશ ખસેડવા અંગે ઔપચારિક જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિને એક સ્વૈચ્છિક સંસ્થાની જાહેર હિતની અરજીની સુનાવણીના ભાગરૂપે બોમ્બે હાઈ કોર્ટે BCCIને ૩૦ એપ્રિલ પછી મહારાષ્ટ્રમાં રમાનારી IPLની તમામ મેચ અન્ય રાજ્યમાં ખસેડવાનો ચુકાદો આપ્યો હતો.

જાહેર હિતની અરજીમાં જણાવાયું હતું કે, રાજ્યના ઘણા ભાગમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે અને નાગપુરના સ્ટેડિયમમાં મેદાન અને પિચની જાળવણી માટે રોજ 60,000 લિટર પાણી વપરાય છે. IPL મેનેજમેન્ટે મહારાષ્ટ્રમાં રમાનારી તમામ મેચ જયપુર અને વિશાખાપટ્ટનમ્‌માં ખસેડવાનો નિર્ણય લીધા પછી રાજસ્થાનની કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. રાજસ્થાન હાઈ કોર્ટે મેચોને જયપુર ખેસડવા સામે પ્રશ્ન કર્યો હતો.

BCCIના સેક્રેટરી અને ભાજપના સંસદ સભ્ય અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, તાજેતરમાં IPL સામે વધેલી PILને કારણે મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે, "IPLની ગવર્નિંગ કાઉન્સિલ ભારત અને વિદેશમાં સ્થળો શોધશે. અમારે સ્થળની ઉપલબ્ધતા અને એ વખતના માહોલને ધ્યાનમાં લેવો જરૂરી છે."

IPL ચેરમેન રાજીવ શુક્લએ જણાવ્યું હતું કે, IPL ગ્લોબલ સ્પોર્ટિંગ બ્રાન્ડ તરીકે ઊપસી છે. તેને કેટલાક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને IPL સાથે સંકળાયેલા સતત નવા વિવાદોથી આ વાત સાબિત થાય છે. શુક્લએ કહ્યું હતું કે, "બ્રાન્ડ બનાવવી મુશ્કેલ છે, નાબૂદ કરવી સરળ છે. આવા અવરોધો ચાલુ રહેશે તો IPLને દેશ બહાર ખસેડવી પડશે." તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં માર્ચમાં T20 વર્લ્ડ કપની મેચો રમાઈ ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો.

બોલ્ડ & ઇરોટિક ચીજોની ઓનલાઇન ધૂમ ખરીદી

કામસૂત્રના દેશમાં સ્ત્રી-પુરુષો બોલ્ડ બની રહ્યાં છે અને જાતીય આનંદ વધારતી ચીજવસ્તુઓ તથા ગિફ્ટની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. ઇરોટિક ફિલ્મો અને વેબસાઇટ્સ પરથી પ્રેરણા લઈને તેઓ લ્યુબ્રિકન્ટ્સ, કોન્ડમ, હેન્ડકફ્સ, લોન્જરી, જેલ, વસ્ત્રો, મસાજ કેન્ડલ અને ઇનરવેર વગેરેની ખરીદી કરે છે.

તેના કારણે આ ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઉદ્યોગસાહસિકો માટે પણ બજાર ખૂલ્યું છે. દિવ્યા ચૌહાણ આવાં પ્રથમ મહિલા સાહસિક છે જેમણે ઓનલાઇન સ્ટાર્ટ-અપ spleazure.comની સ્થાપના કરી છે જે એડલ્ટ સેક્સ પ્રોડક્ટ વેચે છે. તેઓ લ્યુબ્રિકન્ટ્સથી લઈને મેસેજર્સ, એડિબલ લોન્ચરી અને સેક્સ ગેમનું વેચાણ કરે છે. તેઓ કહે છે કે તેમની 40 ટકા ગ્રાહકો મહિલા છે અને મહિલાઓ પોતાની જાતીયતા અંગે કોન્ફિડન્ટ બની છે.

ભારતમાં આ બજારમાં મહિલાઓ સહભાગી થઈ હોવાથી સેક્સ્યુઅલ ચીજવસ્તુઓનું બજાર ~૨,૫૦૦ કરોડને સ્પર્શી ગયું છે. એડ્વર્ટાઇઝિંગ એજન્સી કરી-નેશનનાં સ્થાપક પ્રીતિ નાયર કહે છે કે જાતીયતા અને સેક્સ્યુઅલ આનંદ હવે માત્ર પુરુષોનો ઇજારો નથી.

ગયા વર્ષે ઓક્ટોબરમાં બેંગલુરુ ખાતે સેક્સ્યુઅલ વેલનેસ સ્ટાર્ટઅપ લવટ્રીટની સ્થાપના કરવામાં આવી હતી અને તે વર્ષે ૫૦ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. તેનાં મુખ્ય બજારોમાં બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી એનસીઆર અને ચેન્નાઈ સામેલ છે. તે મુખ્યત્વે વાઇબ્રેટર્સ, ફ્લેશ લાઇટ્સ, બોડી પેઇન્ટ, વેડિંગ હેમ્પર વગેરેનું વેચાણ કરે છે.

લવટ્રીટના સ્થાપક યુટે પોલિન વિમર કહે છે કે ભારતીય સેક્સ્યુઅલ વેલનેસ માર્કેટમાં મહિલાઓની હાજરી ઓછી હતી તે હવે વધી છે. જોકે એડલ્ટ પ્લેઝર માટેના માર્કેટમાં પુરુષોનું જ વર્ચસ છે અને તે પોતાના આનંદ તથા ફેન્ટસી પર વધારે ધ્યાન આપે છે.

સેક્સ્યુઅલ પ્રોડક્ટ સાઇટ આઇએમ બેશરમના સહસ્થાપક રાજ અરમાની કહે છે કે ઇરોટિક-કોમર્સ બિઝનેસમાં મહિલાસાહસિકોનું આગમન સ્વાભાવિક છે. અરમાનીએ 2013માં આ સાઇટની સ્થાપના કરી હતી અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સની લિયોનીને પસંદ કરી હતી. તેઓ કહે છે કે તેમની ટીમમાં મોટા ભાગે મહિલાઓ છે.

ભારતીય કામગીરીનું વડપણ પણ સોનિકા કોહલી નામની મહિલા સંભાળે છે. તેઓ કહે છે અમારા 38 ટકા ગ્રાહકો મહિલા છે. વેબસાઇટ શરૂ થઈ ત્યારે આ પ્રમાણ ફક્ત 13 ટકા હતું.

આઇએમ બેશરમ દર મહિને 10,000થી વધારે પ્રોડક્ટ રવાના કરતી હોવાનો દાવો કરે છે. ગયા વર્ષે તેના વેચાણમાં 150 ટકાનો વધારો થયો હતો. પહેલી મેથી તેની મોબાઇલ સાઇટ શરૂ થશે ત્યારે વેચાણમાં 200 ટકાના વધારાની શક્યતા છે.

2012માં આવું એક સ્ટાર્ટઅપ ધેટ્સપર્સનલ શરૂ થયું હતું જે 2,600પ્રોડક્ટ ધરાવે છે અને મહિને 18,000 પ્રોડક્ટનું વેચાણ કરે છે. તેણે 32 વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે એક્સ્ક્લુઝિવ વિતરણ માટે કરાર પણ કર્યા છે. ટોપનાં બજારોમાં મુંબઈ અને બેંગલુરુ ઉપરાંત જયપુર, સુરત અને લખનૌ પણ સામેલ છે.

નીતા અંબાણી એશિયામાં સૌથી પાવરફુલ

નીતા અંબાણી એશિયામાં સૌથી પાવરફુલ બિઝનેસવુમન: ફોર્બ્સ 

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણી એશિયાનાં સૌથી શક્તિશાળી બિઝનેસવુમન બન્યાં છે. ફોર્બ્સે એશિયાની 50 શક્તિશાળી બિઝનેસવુમનની યાદી બહાર પાડી તેમાં નીતા અંબાણીએ ચીન, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, થાઇલેન્ડ, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, ફિલિપાઇન્સ અને ન્યૂઝીલેન્ડની મહિલાઓને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ભારતની કુલ આઠ મહિલાને સ્થાન મળ્યું છે. બિઝનેસ જગતમાં નવો ચીલો ચાતરવા માટે કરેલા પ્રયાસના આધારે આ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.