Tuesday, November 30, 2010

અમદાવાદમાં SG હાઈવે પર વિક્રમ ભાવે પ્લોટ વેચાયો

હાલમાં વિક્રમ કિંમતે જમીનના સોદાની મોસમ ચાલી રહી હોય એવું લાગે છે. પ્રોપર્ટીની કિંમતો મુંબઈમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ હવે અમદાવાદનો વારો છે.

હાલમાં જે સોદાએ માર્કેટમાં ચર્ચા જગાવી છે તેમાં ઝડપથી વિકસી રહેલા એસજી હાઈવે પર ચોરસ ફીટ દીઠ 10,000 રૂપિયા કરતાં વધુ કિંમતે નાનો પ્લોટ વેચાયો છે. ભાવ હાલમાં વિસ્તારમાં ચાલી રહેલા ભાવની સરખામણીમાં 10-15 ટકા વધારે છે. બજારના સુત્રોના જણાવ્યા અનુસાર એક જ્વેલરે પ્લોટ ખરીદ્યો છે.

જ્વેલરે કર્ણાવતી ક્લબ સામે લગભગ 33,000 ચોરસ ફીટનો પ્લોટ ચેરિટી કમિશનર દ્વારા યોજવામાં આવેલી હરાજીમાં સોમવારે ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્લોટ શહેરના હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ નામના ચેરિટેબલ ટ્રસ્ટની માલિકીનો હતો.

શહેરમાં દિવાળીના તહેવારોની આસપાસ થયેલો સૌથી મોટો સોદો છે. છેલ્લા કેટલાંક અઢવાડિયામાં પ્રકારના ઓછામાં ઓછા ત્રણ સોદા થયા છે.

સૌપ્રથમ સરખેજ સર્કલ પાસે જમીનનો એક ટૂકડો ચોરસ ફીટ દીઠ 7,700 રૂપિયાના ભાવે વેચાયો હતો. ત્યારબાદ બે અન્ય પ્લોટ પણ વિક્રમી કિંમતે વેચાયા હતા. જજીસ બંગલો રોડ પર એક પ્લોટ ચોરસફીટ દીઠ 9100 રૂપિયાના ભાવે અને આનંદનગર ખાતે એક પ્લોટ ચોરસ ફીટ દીઠ 9500 રૂપિયાના ભાવે વેચાયો હતો.

નિફ્ટી 5850ની ઉપર બંધ : DLF વધ્યો

GDP ના અપેક્ષાથી સારા દેખાવને પગલે મુંબઈ શેરબજાર આજે 0.61 ટકા વધીને બંધ રહ્યું હતું. દિવસ


દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19610.46 અને નીચામાં 19218.02 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 116.15 પોઈન્ટ વધીને 19,523.84 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5892.25 અને 5768.35 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 32.70 પોઈન્ટ વધીને 5862.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE
મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.39 ટકા અને 1.90 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 5.60 ટકા ,BSE પાવર ઈન્ડેક્સ 1.91 ટકા , BSE PSU ઈન્ડેક્સ 1.83 ટકા વધ્યા હતા જ્યારે BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 0.49 ટકા ઘટ્યો હતો.

નિફ્ટીમાં આજે વધેલા શેરોમાં DLF (7.14%), ભારતી એરટેલ ( 5.05%), ટાટા મોટર્સ ( 4.72%), સિમેન્સ( 4.07%) અને SBI(4%) નો સમાવેશ થાય છે.

નિફ્ટીમાં આજે ઘટેલા શેરોમાં સેસા ગોવા (- 1.56%), ACC (-1.56%), SAIL (-1.43%), GAIL (-1.34%) અને HDFC (-1.27%) નો સમાવેશ થાય છે.

નિફ્ટીમાં આજે 18 શેરોમાં ઘટાડા અને 32 શેરોમાં વધારા સાથે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી.

2.15
વાગ્યે : GDP ના અપેક્ષાથી સારા દેખાવને પગલે મુંબઈ શેરબજાર આજે બપોર બાદ ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. બપોરે 2.15 વાગ્યે BSE સેન્સેક્સ 118.74 પોઈન્ટ વધીને 19,523.84 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 27.90 પોઈન્ટ વધીને 5857.90 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE
મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.12 ટકા અને 1.42 ટકા વધીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

11.20
વાગ્યે : GDP ના અપેક્ષાથી સારા દેખાવને પગલે મુંબઈ શેરબજારમાં આજે બપોરે રિકવરી જોવા મળી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન 8.9 ટકાના દરે વધ્યું હતું જે , અગાઉના ક્વાર્ટરના 8.8 ટકા કરતાં વધુ છે.

બપોરે 11.20 વાગ્યે BSE સેન્સેક્સ 90.00 પોઈન્ટ ઘટીને 19,315.10 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 41.05 પોઈન્ટ ગગડીને 5788.95 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE
મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.42 ટકા અને 0.71 ટકા વધીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા.

આજે બપોરે મેટલ અને ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું જ્યારે રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.

આજે સવારથી મોટા ભાગના એશિયાના બજારો પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજારમાં આજે નીચે ગેપમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડી મિનિટોમાં BSE સેન્સેક્સ 178.25 પોઈન્ટ ઘટીને 19,226.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 55.50 પોઈન્ટ ગગડીને 5774.50 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE
મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.60 ટકા અને 0.47 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા .

આજે સવારે રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું જ્યારે ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી .

સોમવારે BSE સેન્સેક્સ ઉપરમાં 19,450.09 અને નીચામાં 19,167.19 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 268.49 પોઈન્ટ વધીને 19,405.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5843.15 અને 5754.70 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 78.05 પોઈન્ટ વધીને 5830.00 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો