શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 88.75 પોઈન્ટ વધીને 19225.36 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8.25 પોઈન્ટ વધીને 5760.20 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા ઘટીને અને 0.15 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા . આજે સવારે ફાર્મા તેમજ બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી શેરોમાં આજે પણ વેચવાલીનું દબાણ જારી રહ્યું હતું . શુક્રવારે BSE સેન્સેક્સ ઉપરમાં 19417.61 અને નીચામાં 18954.82 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 181.55 પોઈન્ટ ઘટીને 19136.61 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5838.50 અને 5690.35 પોઈન્ટની વચ્ચે અથડાયા બાદ 47.80 પોઈન્ટ ઘટીને 5751.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો . |
|
No comments:
Post a Comment