મુંબઈ શેરબજારમાં આજે કારોબારની ફ્લેટ શરૂઆત થઈ હતી . ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 0.39 પોઈન્ટ વધીને 19,993.09 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8.00 પોઈન્ટ ઘટીને 6003.70 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.30 ટકા અને 0.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા . આજે સવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ટેકનો શેરોમાં લેવાલી જોવા મળી હતી . ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 20,084.25 અને નીચામાં 19,917.77 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 142.70 પોઈન્ટ વધીને 19,992.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,029.50 અને 5,980.60 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 50.80 પોઈન્ટ વધીને 6011.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો |
No comments:
Post a Comment