Friday, December 3, 2010

બ્રોકર્સ ચોઈસ... કયા શેર વેચવા અને કયા ખરીદવા ?

બ્રોકિંગ હાઉસઃ યુનિકોન ફાઇનાન્શિયલ

IDBI બેન્ક

ખરીદો
ભાવઃ 163
ટાર્ગેટઃ 242

આઇડીબીઆઇ બેન્ક આગામી સમયમાં પ્રોત્સાહક કામગીરી નોંધાવશે એવો અંદાજ છે. કંપનીએ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન , કોર ઓપરેટિંગ આવક અને રિટર્ન રેશિયો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉપરાંત , કંપની આગામી સમયમાં મોટી કંપનીઓ સાથે સંબંધો વધુ મજબૂત બનાવવાની યોજના ધરાવે છે.

જેને પગલે આગામી કેટલાંક વર્ષમાં તે દેશની સૌથી વધુ ઝડપે વધતી બેન્કોમાં સામેલ થશે. શેર હાલ વર્ષ 2011-12 ની અંદાજિત કામગીરીના આધારે 0.95 ના પ્રાઇસ-ટુ-બુક વેલ્યૂ પર ઉપલબ્ધ છે. વિવિધ પરિબળોને જોતાં બેન્કનું વેલ્યુએશન વાજબી જણાય છે. અમે રોકાણકારોને શેરમાં ખરીદીની સલાહ આપી છે અને તેમાં રૂ. 242 નો લક્ષ્યાંક રાખી શકાય.

HSIL

ખરીદો
ભાવઃ 128
ટાર્ગેટઃ 171

એચએસઆઇએલને આગામી સમયમાં રૂ. 350 કરોડની વિસ્તરણ યોજનાનો લાભ મળશે. કંપની ભવિષ્યમાં વૃદ્ધિની વિપુલ સંભાવના ધરાવે છે. રિયલાઇઝેશનમાં સુધારાને પગલે કંપનીનું માર્જિન વધવાની ધારણા છે. ઉપરાંત , ઈંધણ ખર્ચમાં બચત અને ક્ષમતા વપરાશના પ્રમાણમાં વૃદ્ધિને પગલે આગામી સમયમાં કંપની પ્રોત્સાહક કામગીરી નોંધાવશે એવો અંદાજ છે.

મજબૂત બ્રાન્ડ અને બહોળું વિતરણ નેટવર્ક કંપનીને વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરશે. ઉપરાંત , કંપનીની મૂડીખર્ચની યોજના , આવકના વૈવિધ્યિકૃત સ્રોત પણ કંપનીની નાણાકીય કામગીરીને સ્થિરતા આપશે. એચએસઆઇએલનો શેર વર્તમાન બજાર ભાવે હાલ આઠનો પી/ઇ રેશિયો ધરાવે છે.

વિવિધ પરિબળોને જોતાં કંપનીનું વેલ્યુએશન આકર્ષક જણાય છે અને કંપનીની કામગીરીને સ્થિરતા આપે છે. અમે રોકાણકારોને શેરમાં રોકાણ કરવાની ભલામણ કરી છે અને શેર માટે રૂ. 171 નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ડી બી કોર્પ

ખરીદો
ભાવઃ 264
ટાર્ગેટઃ 300

ડીબી કોર્પના ચોખ્ખા નફાનું માર્જિન અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 1.44 ટકા વધીને 18 ટકા થયું છે . આગામી સમયમાં કંપનીની વૃદ્ધિની મહત્ત્વાકાંક્ષી યોજના ધરાવે છે . કંપની ભટીન્ડા ( પંજાબ ) અને નાગૌર ( રાજસ્થાન ) માં નવી આવૃત્તિ શરૂ કરવાની યોજના ઘડી રહી છે .

જેને કારણે તેને વર્તમાન બજારમાં વ્યાપ વધારવામાં નોંધપાત્ર લાભ મળશે . અમે રોકાણકારોને શેર ખરીદવાની ભલામણ કરી છે અને શેર માટે રૂ . 300 નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે . શેર હાલ વર્ષ 2011-'12 ની અંદાજિત નાણાકીય કામગીરીના આધારે 17 ના પી / ઇ રેશિયો પર ટ્રેડ થઈ રહ્યો છે .

નાગાર્જુન કન્સ્ટ્રક્શન્સ કંપની

ખરીદો
ભાવઃ 131
ટાર્ગેટઃ 185

નાગાર્જુન કન્સ્ટ્રક્શન્સ કંપની આગામી બે વર્ષમાં તેની બે સબસિડિયરી એનસીસી અર્બન અને એનસીસી ઇન્ફ્રાનું લિસ્ટિંગ કરશે . આ પગલાથી વર્તમાન શેરધારકોનો વેલ્યૂ અનલોકિંગનો લાભ મળશે . શેર કોર કન્સ્ટ્રક્શન બિઝનેસના આધારે 11 ના પી / ઇ રેશિયો પર ટ્રેડ થઈ રહ્યો છે .

જ્યારે વર્ષ 2011-12 ની અંદાજિત નાણાકીય કામગીરીના આધારે રૂ . 14 ની શેર દીઠ કમાણી ( ઇપીએસ ) ના આધારે તે 8.7 ના પી / ઇ રેશિયો પર ટ્રેડ થઈ રહ્યો છે . વિવિધ પરિબળો અને ભાવિ વૃદ્ધિની શક્યતાને જોતાં કંપનીનું મૂલ્ય વાજબી જણાય છે . અમે રોકાણકારોને શેર ખરીદવાની ભલામણ કરી છે અને શેર માટે રૂ . 185 નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે .

BGR એનર્જી સિસ્ટમ્સ

ખરીદો
ભાવઃ 740
ટાર્ગેટઃ 963

બીજીઆર સિસ્ટમ્સની ઇપીસી કોન્ટ્રાક્ટની અમલીકરણની ઉત્કૃષ્ટ ક્ષમતાને કારણે આગામી સમયમાં તેની કામગીરીમાં પ્રોત્સાહક વૃદ્ધિનો અંદાજ છે . અમલીકરણ ક્ષમતાને કારણે જ કંપની છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં ગ્રાહકોનો ભરોસો મેળવી શકી છે અને વીજ ક્ષેત્રમાં નિયત સમયમર્યાદા પ્રમાણે અને કાર્યક્ષમ ખર્ચ સાથે મોટા કદના ઇપીસી પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં સફળ રહી છે .

કંપનીએ બીટીજીના ઉત્પાદન માટે હિટાચી સાથે સંયુક્ત સાહસ કર્યું છે . જેને કારણે લાંબા ગાળે કંપનીની વૃદ્ધિમાં વધારો થવાની પૂરી શક્યતા છે . અમે રોકાણકારોને શેર ખરીદવાની ભલામણ કરી છે અને શેર માટે રૂ . 963 નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ડિસ્ક્લેમર : વિવિધ બ્રોકરેજ , વિશ્લેષકો અને ફંડ મેનેજરો દ્વારા આ પાના પર દર્શાવાયેલા વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અંહી દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી. www.economictimes.com પર ઈટીના સિદ્ધાંતોની આચારસંહિતા ચકાસવા વિનંતી છે.

No comments:

Post a Comment