Wednesday, December 1, 2010

BSE સેન્સેક્સમાં 329 પોઈન્ટનો જંગી ઉછાળો

GDP ના સારા આંકડા અને યુરોપીયન માર્કેટના પોઝિટિવ સંકેતને પગલે મુંબઈ શેરબજાર આજે 1.68 ટકા ઉછળીને બંધ


રહ્યું હતું.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19,870.19 અને નીચામાં 19,525.15 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ 328.75 પોઈન્ટ વધીને 19,850.00 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5971 અને 5865.55 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 98.20 પોઈન્ટ વધીને 5960.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE
મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.83 ટકા અને 3.14 ટકા વધીને બંધ રહ્યા હતા.

No comments:

Post a Comment