Wednesday, January 5, 2011

સોશિયલ નેટવર્કિંગ 2010ની સૌથી ચર્ચાસ્પદ પ્રવૃત્તિ રહી

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન તેમાં સામેલ છે. પ્રિયંકા અને બિપાશાને પણ તેમાં રસ છે. શશી થરૂર અને લલિત પણ તેમાં સામેલ છે. તેથી સામાન્ય લોકો અનુકરણ કરી રહ્યા હોવાનો તેમના પર ભાગ્યે જ દોષ મૂકી શકાય છે.

તે નિશંક છે કે સોશિયલ નેટવર્કિંગ 2010 ની સ્ટાર એક્ટિવિટી રહી છે. તેની સાથેનું જોડાણ આ વર્ષની ઘણી ઊંચાઈ (કેટલાંકના મત પ્રમાણે પડતી માટે પણ) માટે અસરકર્તા રહ્યું છે. એક સમય એવો હતો કે સોશિયલ નેટવર્કને મહાનુભાવોના મેળાવડા તરીકે અને ખાસ કરીને તેમાં મોડા આવવું તેમજ કેમેરા અને લોકોની વચ્ચે ઘેરાયેલા રહેવું તેવું માનવામાં આવતું હતું.

હવે ફેસબુક અને ટ્વિટરનું સોશિયલ ગેધરિંગ આવ્યું છે. તેમાં તમામ પ્રકારનો મેળાવડો થાય છે. માર્કેટિંગથી લઇને માર્કેટ રિસર્ચ , પીઆરથી લઇને ઇ-કોમર્સ , મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જોડાણ સહિતની તમામ બાબતો માટે સોશિયલ મિડિયા એક જવાબ બન્યો છે.

હવે માત્ર ફેશનપરસ્ત લોકો કે બિગડા બેટા તેનાથી જોડાયેલા નથી , પરંતુ તકવાદી લોબિસ્ટ અને ઇમેજ મેનેજર્સ પણ જોડાયા છે અને રાજકીય નેતાઓ પણ તેમાંથી બાકાત રહેવા માગતા નથી.

ફ્યુચર બ્રાન્ડના સીઇઓ સંતોષ દેસાઇ જણાવે છે કે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ માત્ર ભાવાત્મક જોડાણનું સર્જન કરતા નથી , પરંતુ સંબંધોને વધુ ગહન પણ બનાવે છે. આપણે હવે મિત્રો સાથે વાતચીત કરવા માગતા હોઈએ ત્યારે સમય અને અંતરના અવરોધ રહ્યા નથી.

સોશિયલ મીડિયા કોઈ સરહદ , ભૂગોળ , રાજકારણ કે સંકુચિતતાના બંધનમાં નથી. તેથી સાયબર સ્પેસ હવે તમામ પ્રકારના અવાજ કે તાકીદે સ્ફૂરેલા અભિપ્રાયનું માધ્યમ બન્યું છે. લોકપ્રિયતા અને સેલિબ્રિટીનું મૂલ્યાંકન હવે બોક્સ ઓફિસની આવક કે ચૂંટણીમાં વિજયી સરસાઇની જેમ સોશિયલ નેટવર્કિંગના ફોલોઅર્સની સંખ્યાને આધારે કાઢવામાં આવે છે.

પરંતુ તે દરેક કિસ્સામાં સાચુ નથી. ટ્વિટરને સતત ટ્વીટ કરતા શશી થરૂર 2009 ની ચુંટણીમાં થિરુવનંતપુરમની બેઠક પર જંગી સરરાઇથી જીતી ગયા હતા અને છ લાખ કરતા વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવતા હોવા છતાં 2010 માં પ્રધાનપદ ગુમાવવું પડ્યું હતું.

જોકે તેમણે તેમની ટ્વિટર ફોલોઅર્સની સંખ્યાના આધારે શાહરુખ ખાન પાસેથી લોકપ્રિયતાનો ખિતાબ ખૂંચવી લીધો હતો અને એક ચેનલે આ ' સિદ્ધિ ' માટે તેમને એવોર્ડ પણ આપ્યો હતો.

રાડિયા કેસમાં તપાસના ઘેરાવામાં આવેલા કેટલાંક વરિષ્ઠ પત્રકારોને પણ ટ્વિટિંગની શક્તિ સમજાઈ હતી. પ્રથમ તેમણે સાઇટ પર પોસ્ટ મારફત પોતાનો રોષ વ્યક્તિ કર્યો હતો. આખરે તેઓ ટ્વિટરના પ્રભાવમાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ઘણી લડાઈ પણ જોવા મળી હતી. રાજકીય મુદ્દાથી લઇને ક્રિકેટના વિવાદ અને બોલિવૂડમાં કેટફાઇટ સહિતના તમામ મુદ્દે ટ્વિટર એક હથિયાર બન્યું હતું. આ લોકપ્રિયતાને પગલે ફેસબુકના યુઝર્સની સંખ્યા 50 કરોડ થઈ હતી , જે તેની સફળતાનો સંકેત છે.

સિક્યોરિટી કંપની નાઇપેક્સના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ સોશિયલ નેટવર્કિંગના 11 ખેલાડીઓના બિઝનેસના મૂલ્યમાં છેલ્લા છ મહિનામાં આશરે 20 અબજ કે 54 ટકાનો વધારો થયો છે. તેનાથી આવી સાઇટ માટે રોકાણકારો પણ આકર્ષાયા છે.

No comments:

Post a Comment