Wednesday, January 5, 2011

આગામી બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીની રાહતોનો અંત આવી શકે

નાના ઉદ્યોગોને ઉપલબ્ધ થતી એક્સાઇઝ ડ્યૂટીની રાહતોનો આગામી બજેટમાં અંત આવવાની શક્યતા છે કેમ કે સરકાર ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગુ કરવા માટે તખતો તૈયાર કરી રહી છે. જોકે આ ઉદ્યોગોને નીચી કર તથા ઓછામાં ઓછી પૂર્તતાનું ભારણ ધરાવતી અન્ય યોજનાઓમાં તબદીલ થવાનો વિકલ્પ રહેશે.

વાટાઘાટોથી સુપરિચિત એવા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પરોક્ષ વેરામાં ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના કેટલાક હિસ્સાને લાગુ કરવા માંગે છે અને તેના સંદર્ભમાં એક કમ્પોઝિશન યોજનાની ચકાસણી કરવામાં આવી રહી છે.

આની પાછળનો વિચાર નાના ઉત્પાદકોને નુકસાન પહોંચાડ્યા સિવાય જીએસટીને અનુરૂપ કરવા વ્યાપને વિસ્તારવામાં આવે. સૂચિત કમ્પોઝિશન યોજના અનુસાર નાના પાયાના ઉત્પાદકે હાલમાં પ્રવર્તી રહેલા 12 ટકાના સેનવેટ દરની સામે ઓછામાં ઓછી પૂર્તતાનું ભારણ સાથે ઘણા નીચા દરે ડ્યૂટી ભરવી પડશે.

આ દર કુલ ટર્નઓવરના એક ટકા જેવો નીચો હોઈ શકે. જોકે મેન્યુફેક્ચરર્સ પાસે સંપૂર્ણ ડ્યૂટી ભરી દઈને પછી તેના કાચા માલ માટે ભરેલી ડ્યૂટી સામે ક્રેડિટ મેળવવાનો દાવો કરવાનો વિકલ્પ હશે. આ યોજના સૂચિત જીએસટી સાથે સુસંગત છે.

હાલમાં રૂ. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના પાયાના ઉદ્યોગોને એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જીએસટી મુક્તિના ઉંબરને ઘટાડીને રૂ. 10 લાખ કરવાની દરખાસ્ત કરે છે. સરકાર કરના વ્યાપને વિસ્તારવા માટે ટર્નઓવરના ઉંબરને નીચો કરવા આતુર છે.

તેનો અર્થ એવો થયો કે રૂ. 10 લાખથી રૂ. એક કરોડની વચ્ચેનું ટર્નઓવર ધરાવતા એકમો 12 ટકાની એક્સાઇઝ ડ્યૂટીના કરપાત્ર ટર્નઓવરના સ્થાને ઘણા નીચા દર ધરાવતી યોજનાને અપનાવી શકે. કમ્પોઝિશન યોજના અપનાવનારા મેન્યુફેક્ચરિંગ એકમે રેકર્ડ જાળવવાની જરૂરિયાત રહેશે નહીં જોકે તે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી શકશે નહીં.

તજ્જ્ઞો કહે છે કે આવી યોજનાના કારણે જીએસટીમાં વધારે સરળતાથી સંકમણ કરી શકાશે . હિસાબી પેઢી અર્ન્સ્ટ એન્ડ યંગના ભાગીદાર બિપીન સાપરાએ જણાવ્યું હતું કે , કમ્પોઝિશન યોજના ધિરાણના પ્રવાહના સંદર્ભમાં કદાચ આદર્શ બની શકે નહીં . પરંતુ નાનાકરદાતાઓને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના માળખામાં લાવવા માટે એક સંક્રમણની વ્યવસ્થા તરીકે કામ કરી શકે .

No comments:

Post a Comment