Thursday, May 12, 2011

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 10 કિલો સોનાનું પાર્સલ ગુમ

સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 10 કિલો સોનું ધરાવતું એક પાર્સલ ગુમ થયું
હોવાનું નોંધાયું છે
, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ સોનાની કિંમત અંદાજે રૂ. બે કરોડ થાય છે.

આ બાબતે ગુજરાત સ્ટેટ એક્સ્પોર્ટ કોર્પોરેશન (જીએસઇસી)ના જનરલ મેનેજર સંદીપ ચાવડાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જીએસઇસી એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે કસ્ટમ્સ (આયાતી માલસામાન)ની રખેવાળ છે.

પોલીસના જણાવ્યા મુજબ , સોનાના વીસ પેકેજ ધરાવતું એક કન્સાઇમેન્ટ 7 મેની મધ્યરાત્રીએ સિંગાપોર એરલાઇન્સ દ્વારા આવ્યું હતું અને તે દિવસે શનિવાર હોવાથી તેને એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવ્યું હતું.

આ પેકેજોની ડિલિવરી વખતે તેમાંથી એક પેકેજ ગુમ થયેલું જણાયું હતું. આ કન્સાઇનમેન્ટ મિનરલ મેટલ ટ્રેડિંગ કોર્પોરેશન (એમએમટીસી) માટેનું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ બાબતે એફઆઇઆર નોંધાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે.


<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

No comments:

Post a Comment