Thursday, May 12, 2011

માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક વધીને 7.3%

માર્ચ મહિનામાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદન આંક ( IIP) વધીને 7.3
ટકા નોંધાયો હોવાનું સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર 3.65 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી હતી.

ઔદ્યોગિક ઉત્પાદનમાં 80 ટકા ભાર ધરાવતા ઉત્પાદન ક્ષેત્રે આ સમયગાળા દરમિયાન 7.9 ટકાની વૃદ્ધિ નોંધાવી હોવાનું સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓર્ગેનાઈઝેશનની યાદીમાં જણાવાયું હતું.

માર્ચમાં પૂરા થયેલા 2010-11 ના નાણાકીય વર્ષ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.8 ટકાનો વિકાસદર જોવાયો હતો જે અગાઉના નાણાકીય વર્ષના 10.5 ટકાની સરખામણીમાં ઓછો હતો.

ઉત્પાદનના વિસ્તરણનો સંકેત આપતો HSBC માર્કિટ પરચેઝીંગ મેનેજર્સ ઈન્ડેક્સ માર્ચમા 57.9 ટકાથી વધીને 58.0 ટકા થયો હતો જ્યારે માર્ચની સરખામણીમાં ઈનપૂટ તેમજ આઉટપૂટ પ્રાઈસ ઈન્ડાઈસિસમાં મોટો ઘટાડો જોવાયો હતો. કાચા માલના ભાવમાં વધારો તેમજ ઈંધણ પણ મોંઘુ થયું હોવાથી આ અસર જોવા મળી હતી.

ભારતીય રિઝર્વ બેન્ક ( RBI) એ પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે વિકાસના ભોગે પણ વ્યાજદરમાં અપેક્ષા કરતાં વધુ વધારો કર્યો હતો. સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

No comments:

Post a Comment