Thursday, May 12, 2011

અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં મંદીથી સ્ક્રેપ સ્ટીલના ભાવમાં વૃદ્ધિ

દેશના સૌથી મોટા શિપ-બ્રેકિંગ યાર્ડ અલંગમાં મંદીના લીધે સ્ક્રેપ સ્ટીલના ભાવ બે સપ્તાહમાં પ્રતિ ટન એક હજાર રૂપિયા વધ્યા છે. આ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટીલની માંગ પણ નબળી હોવાનું કેટલાક ટ્રેડરો કહે છે.

શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઇન્ડિયા)ના સંયુક્ત સચિવ જયંતિભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે , ભારતીય ઉપખંડમાં સારા ફ્રેટ રેટના લીધે આ શિપયાર્ડમાં મર્યાદિત વહાણો જ ભંગાવવા માટે આવે છે. આ ઉપરાંત , બાંગ્લાદેશમાં દસ મહિના બાદ શિપબ્રેકિંગ ઉદ્યોગનો પુનઃ પ્રારંભ પણ મંદીનું કારણ છે.

તેમણે ઉમેર્યું હતું કે , અલંગમાં મહિને સરેરાશ 30 થી 35 વહાણ ભંગાવવા માટે આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ છે.

બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાપાનીઝ ભૂકંપ અને સુનામી વખતે 1045 પોઇન્ટે પહોંચી ગયો હતો , હવે તે સુધરીને 1350 થી 1400 પોઇન્ટ થયો હોવાનું વાનાણીએ ઉમેર્યું હતું.

વહાણ ભાંગવાનો ખર્ચ પ્રતિ ટન 460 થી 475 ડોલરની વચ્ચે આવે છે તે વધીને 510 થી 520 ડોલર થઈ ગયો છે , જે સ્થાનિક ભાવ સાથે મેળ ખાતો નથી. મંડી ગોવિંદગઢ સ્થિત વેપારી છજ્જુરામે જણાવ્યું હતું કે મેલ્ટિંગ સ્ક્રેપનો ભાવ પખવાડિયા દરમિયાન પ્રતિ ટન 500 થી 1,000 રૂપિયા વધીને રૂ. 23,000 થી 24,000 એ પહોંચી ગયો છે.

No comments:

Post a Comment