Monday, June 27, 2011

ભાવ વધારાની આશાએ ઓઈલ કંપનીના શેર્સ ઉછળ્યા

ઓઈલ મંત્રાલયે ક્રૂડ પરની કસ્ટમ ડ્યુટી તેમજ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી રદ કરવાની માગણી કરી હોવાના ઈટી નાઉના અહેવાલને પગલે

મુંબઈ શેરબજારમાં આજે ઓઈલ-ગેસ કંપનીઓના શેર્સમાં જોરદાર ઉછાળો જોવાયો હતો.


જો ડ્યુટી રદ ન થાય તો ઓઈલ મંત્રાલય ડીઝલમાં લીટરદીઠ 4 રૂપિયાના અને LPG માં લીટરદીઠ 150 રૂપિયાના વધારાની માગણી કરી રહ્યું છે.

ભાવ વધારાની આશાએ શેરબજારમાં આજે ઓઈલ કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. આજે બપોરે BPCL 1.84 ટકા , HPCL 2.77 ટકા અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના શેર્સ 2.56 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

EGoM ની જૂલાઈના બીજા સપ્તાહ દરમિયાન મળનારી બેઠકમાં ઈંધણના ભાવમાં વધારા અંગેનો નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.

આજે બપોરે BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.84 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે BSE સેન્સેક્સ 0.83 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

No comments:

Post a Comment