Saturday, November 19, 2011

માર્જિન મનીની ચિંતાથી મિડ-સ્મોલ કેપ્સ ધોવાયા

શુક્રવારે માર્કેટ તીવ્ર ઉતારચઢાવ વગર બંધ થયું હતું પરંતુ સૌથી માઠી અસર મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં જોવા મળી હતી

જેના પ્રમોટર્સ ગીરવે મૂકેલા શેરો સામે ડિફોલ્ટ કરી રહ્યા છે.


નિખિલ ગાંધીની પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ અને દિલ્હી સ્થિત રિયલ્ટર પાર્શ્વનાથ ડેવલપર્સે ઘટાડાની આગેવાની લીધી હતી. બજારમાં તીવ્ર ઘટાડાથી આ પ્રમોટર્સના ધિરાણકારો માર્જિન મનીની માંગણી કરશે એવી ચિંતા છે.

વેન્ચુરા કેપિટલના ભરત શાહ (હેડ , ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટી)એ જણાવ્યું હતું કે , મોટા ભાગના મિડ-કેપ શેરોના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં 30 થી 60 ટકા ધોવાણ થયું હોવાથી ઘણા મિડ-કેપ કાઉન્ટર્સ પર માર્જિન કોલ આવ્યા છે.

શાહે જણાવ્યું હતું કે , જે પ્રમોટર્સ માર્જિન કોલની જરૂરિયાત સંતોષી શક્યા નથી તેમના ગીરવે મુકાયેલા શેરને ધિરાણકારો વેચી રહ્યા છે. ઋણનાં નાણાંનો ઉપયોગ કરીને મિડ-કેપ શેરોમાં પોઝિશન લેનારા રોકાણકારો પણ દબાણ હેઠળ આવશે.

બીએસઇનો મિડ-કેપ ઇન્ડેક્સ એક ટકા ઘટીને છેલ્લા 28 મહિનાના તળિયે પહોંચ્યો હતો જ્યારે સ્મોલ-કેપ ઇન્ડેક્સ 1.9 ટકા તૂટીને 29 મહિનાની સૌથી નીચી સપાટીએ બંધ થયો હતો. સતત સાતમા દિવસે બેન્ચમાર્ક સૂચકાંક ઘટ્યા હતા જેમાં સેન્સેક્સ 0.6 ટકા અથવા 90 પોઇન્ટ ઘટીને 16,371 પર બંધ થયો હતો.

ફંડનો ખર્ચ ઊંચો છે અને વ્યાજદર ઘટવાના સંકેત ન હોવાથી ગીરવે મૂકેલા શેરની ચિંતા વધી છે. રોકાણકારોને લાગે છે કે શેર ગીરવે મૂકનાર પ્રમોટર્સ આવશ્યક નાણાંની જોગવાઈ નહીં કરી શકે.

No comments:

Post a Comment