Tuesday, December 13, 2011

ડોલર સામે રૂપિયો 53.29ની વિક્રમી નીચી સપાટીએ

મુંબઈ : આયાતકારો અને બેન્કો દ્વારા ડોલરની ભારે માંગને કારણે અમેરિકન ડોલરની સામે મંગળવારે સવારે રૂપિયો વધુ 35 પૈસા
ગગડીને 53.29 ની વિક્રમી નીચી સપાટીને સ્પર્શી ગયો હતો.

ઓક્ટોબરમાં IIP ના નરમ આંકડાને કારણે પણ ભારતીય ચલણમાં વધુ ઘસારો જોવા મળ્યો હતો.

યુરો ઝોન દેવા સંકટ વચ્ચે ડોલર વિશ્વના અન્ય ચલણો સામે પણ મજબૂત થયો હોવાથી પણ રૂપિયા પર વધુ દબાણ આવ્યું હતું.

ગઈકાલે રૂપિયો ડોલર સામે 81 પૈસા તૂટીને 52.84/85 ની વિક્રમી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

દરમિયાન આજે સવારથી મુંબઈ શેરબજારમાં પણ અનિશ્ચિતતા અને ચોક્કસ દિશાના અભાવે સાંકડી વધઘટ જોવા મળી હતી.

No comments:

Post a Comment