Saturday, December 24, 2011

ભારતીય શેરોમાં વધુ ઘટાડાનું જોખમઃ CLSA

આગામી કેટલાક મહિનામાં ભારતીય શેરોમાં વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે એવી આગાહી વૈશ્વિક ઇક્વિટી રિસર્ચ
કંપની સીએલએસએ દ્વારા કરવામાં આવી છે. અત્યારે પણ ભારતનો સમાવેશ વિશ્વના સૌથી વધુ ઘટનારાં બજારોમાં થાય છે.

સીએલએસએના જણાવ્યા અનુસાર ભારતીય બજારમાં મોટો ઘટાડો થયો હોવા છતાં તે હજુ પ્રીમિયમ વેલ્યુએશન ધરાવે છે.

સીએલએસએ દ્વારા ગુરુવારે જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે , ઘટાડા છતાં એમએસસીઆઇ ઇન્ડિયા (ભારતીય શેરો માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત સૂચકાંક) સૂચકાંક એમએસસીઆઇ એશિયાની તુલનામાં 15 ટકા પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે , જે ઘટાડાનો અવકાશ હોવાનું જણાવે છે.

ભારતીય બજાર હાલ માર્ચ 2009 ની નીચી સપાટીથી 10 ટકા દૂર છે અને આ સ્તરે ઘટાડો અટકવો જોઈએ. સેન્સેક્સ હાલ 15,000-16,000 ની રેન્જમાં છે , જે વર્ષ 2011 ના પ્રારંભથી અત્યાર સુધીમાં 23 ટકાનો ઘટાડો દર્શાવે છે.

અગાઉ 19 ડિસેમ્બરે સીએલએસએ દ્વારા સેન્સેક્સ 11,000-12,000 અને રૂપિયો ડોલર સામે 60 ના સ્તર સુધી ગગડવાની જાહેરાત કરવામાં આવી હતી. સીએલએસએના ક્રિસ્ટફર વૂડે જણાવ્યું હતું કે , ખાદ્ય ચીજો સિવાયનો ફુગાવો ઘણો ઊંચો હોવાથી રિઝર્વ બેન્ક પાસે કોઈ વિકલ્પ નથી.

ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 11,000-12,000 ની સપાટીએ ગબડશે. જ્યારે રૂપિયા માટે પણ ડોલર સામે 60 નો સ્તર શક્ય જણાય છે. ખાસ યુરોપમાંથી કોઈ ખરાબ સમાચારની સ્થિતિમાં તેની પ્રબળ શક્યતા છે.

No comments:

Post a Comment