Tuesday, March 6, 2012

ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ 190 પોઈન્ટ તૂટ્યો

વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી મંગળવારે બપોર બાદ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને બજાર રેડ ઝોનમાં
બંધ રહ્યું હતું.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 17691.96 અને નીચામાં 17128.28 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 189.58 પોઈન્ટ ઘટીને 17173.29 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5382.05 અને 5212 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 57.95 પોઈન્ટ ઘટીને 5,222.40 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 1.29 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ 4.25 ટકા , BSE પાવર ઈન્ડેક્સ 2.75 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 2.34 ટકા અને BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.75 ટકા ઘટ્યો હતો જ્યારે BSE FMCG ઈન્ડેક્સ 0.80 ટકા અને BSE IT ઈન્ડેક્સ 0.12 ટકા વધ્યા હતા.

No comments:

Post a Comment