Saturday, October 6, 2012

લક્ઝરી મકાનોની માંગ ઘટી, અનેક બ્રોકર્સની દુકાનોને તાળાં

મુંબઈમાં ધનાઢ્ય લોકોને લક્ઝરી એપાર્ટમેન્ટ વેચતા રિયલ્ટી બ્રોકર રશિદ બસ્તવીએ છેલ્લા મહિનામાં તેની બે ઓફિસ બંધ કરી છે અને અત્યારે મલાડમાં 300 ચોરસ ફૂટની ઓફિસમાં બેસીને કામ કરે છે .

થોડા સમય અગાઉ તે પાંચથી દશ કરોડ રૂપિયાની કિંમતના મકાનના સોદા કરતો હતો , પરંતુ છેલ્લા એક વર્ષમાં તેના બિઝનેસમાં 60 ટકા ઘટાડો થયો છે .

રશિદ કહે છે કે , અત્યારે ધંધો સાવ મંદ છે . મારે માણસોની સંખ્યા અડધી કરવી પડી છે .

રશિદની જેમ બીજા ઘણા રિયલ્ટી બ્રોકર્સે તેજીના સમયમાં સારી કમાણી કરી હતી , પરંતુ હવે ઓછી કિંમતનાં મકાનોના સોદાથી સંતોષ માનવો પડે છે . છેલ્લાં ચાર ક્વાર્ટરમાં મુંબઈમાં પ્રોપર્ટીની માંગ ઘટી છે અને છેલ્લા કેટલાક મહિનામાં સૌથી વધુ ફટકો લક્ઝરી સેગમેન્ટને લાગ્યો છે .

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્કના જણાવ્યા પ્રમાણે 23 મુખ્ય બજારોમાં લક્ઝરી ઘરના એવરેજ ભાવમાં 2012 માં પ્રથમ ક્વાર્ટરમાં 0.4 ટકા ઘટાડો થયો છે . 2009 પછી પ્રથમ વખત લક્ઝરી સેગમેન્ટમાં ભાવ ઘટ્યા છે .

મુંબઈમાં તેની અસર સૌથી વધુ છે અને રૂ .10 કરોડથી વધુ કિંમતનાં મકાનોના સોદાની સંખ્યા 60 ટકા ઘટી છે . બેંગલોરમાં આવા સોદા 30 ટકા સુધી ઘટ્યા છે . જોકે દિલ્હી - એનસીઆરમાં તેની અસર ઓછી છે કારણ કે રોકાણકારો બજારભાવથી ડિસ્કાઉન્ટ દરે પ્રોજેક્ટમાં ખરીદી કરી રહ્યા છે .

No comments:

Post a Comment