Thursday, December 13, 2012

BT અને ટેક મહિન્દ્રાની 25 વર્ષની ભાગીદારીનો અંત

પચીસ વર્ષના લાંબા ગાળા પછી

અગ્રણી
બ્રિટિશ ટેલિકોમ કંપની બીટી ગ્રૂપ પીએલસીની મહિન્દ્રા જૂથ સાથેની ભાગીદારી પૂરી થી છે . ટેક મહિન્દ્રાના હિસ્સાના વેચાણ સાથે બીટીએ આઇટી કંપનીમાંથી રોકાણ સંપૂર્ણપણે હળવું કર્યું છે .

બીટી ( બ્રિટિશ ટેલિકોમ ) ટેક મહિન્દ્રાનો 9.1 ટકા હિસ્સો શેર દીઠ રૂ .871 ના ભાવે વેચી દીધો છે . સોદામાંથી બીટીને બુધવારે કુલ રૂ .1,011.4 કરોડની રોકડ મળી છે .

બીટીએ બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે , બીટીએ ટેક મહિન્દ્રામાં બાકીનો 9.1 ટકા હિસ્સો રૂ .1,011.4 કરોડમાં સંસ્થાકીય રોકાણકારોને વેચી દીધો છે .

બીટીએ અગાઉ ટેક મહિન્દ્રામાંથી બહાર નીકળવાનો ઇરાદો જાહેર કરી દીધો હોવાથી બજારે કોઈ આંચકો અનુભવ્યો હતો . ઊલટું , જાહેરાતને પગલે ટેક મહિન્દ્રાનો શેર 3.69 ટકા વધીને રૂ .910.80 ના મથાળે બંધ રહ્યો હતો .

એન્જલ બ્રોકિંગ આઇટી વિશ્લેષક અંકિતા સોમાણીએ જણાવ્યું હતું કે , બીટી દ્વારા હિસ્સાનું વેચાણ બાકી હોવાથી ટેક મહિન્દ્રાના શેરમાં થોડી અનિશ્ચિતતા હતી . હવે તે પૂરી થઈ છે . કંપનીમાંથી રોકાણ હળવું કરવાનો ઇરાદો બીટીએ 1-1.5 વર્ષ પહેલાં સ્પષ્ટ કરી દીધો હતો .

તેમણે વધુમાં જણાવ્યું હતું કે , બીટી સાથેની ભાગીદારી પૂરી થવાથી ટેક મહિન્દ્રાના બિઝનેસ પર અસર થવાની શક્યતા જણાતી નથી . બીટી વૈશ્વિક સ્તરે રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે અને તેણે આઇટી ખર્ચમાં ઘટાડો કરવાની નીતિ અપનાવી છે .

No comments:

Post a Comment