Wednesday, January 16, 2013

તેજીનો લાભ લેવા બજારમાં ટકી રહો

સ્થાનિક શેરબજારોએ કેલેન્ડર વર્ષ 2013 ની ધમાકેદાર શરૂઆત કરી છે અને તેઓ વર્ષ 2008 માં બનાવેલી ટોચની સપાટીની નજીક ટ્રેડિંગ કરી રહ્યા છે .

અમેરિકામાં છેલ્લી મિનિટે ફિસ્કલ ક્લિફનો ઉકેલ અને ચીને તાજેતરમાં વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાથી વર્ષે ઉત્તરાર્ધમાં વૈશ્વિક અર્થતંત્ર સુધરવાની અપેક્ષાએ શેરબજારોમાં સેન્ટિમેન્ટને મજબૂત થવામાં મદદ મળી હતી . અલબત્ત , ભારતીય બજારો અગાઉની ટોચથી સહેજ દૂર છે અને રાજકોષીય લક્ષ્યાંકોમાં ચૂક , કેન્દ્ર સરકાર અને આરબીઆઇના નિર્ણયોની પ્રતીક્ષા છતાં તેઓ મજબૂત દેખાવ કરી રહ્યા છે .

સરકાર અને કેન્દ્રીય બેન્કનાં પગલાં બજારોની નજીકના ભાવિ ચાલનો નિર્ણય કરશે તે સંદર્ભમાં જાન્યુઆરીનું બીજું પખવાડિયું મહત્ત્વનું છે .

કેન્દ્ર સરકાર ડીઝલનો ભાવવધારો અને તેથી સબસિડીને અંકુશમાં લે તો રાજકોષીય ખાધની સ્થિતિ થોડી હળવી બનશે . રીતે , રિઝર્વ બેન્ક પણ અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપવા દરમાં કાપ મૂકે તો બંને પગલાં લાંબા ગાળે બજારોને નવી ઊંચાઈએ લઈ જશે એમાં કોઈ શંકા નથી .

No comments:

Post a Comment