Wednesday, January 16, 2013

રેસ્ટોરાં, કાફેટેરિયાએ ફેબ્રુઆરીથી નવાં લાઈસન્સ મેળવવા પડશે

દેશમાં રૂ .50,000 કરોડના ખાણીપીણી ઉદ્યોગને અસર કરે તેવા એક નિર્ણયમાં સરકારે તમામ રેસ્ટોરાં ચેઇન્સથી લઈને શાળાઓની કેન્ટિન અને કોર્પોરેટ કાફેટેરિયાને સરકારી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( એફએસએસએઆઇ ) પાસેથી ' ફૂડ બિઝનેસ ઓપરેટર લાઇસન્સ ' મેળવવા જણાવ્યું છે .

નિયમ કેએફસી અને મેક્ડોનાલ્ડ્સ જેવી રેસ્ટોરાં ચેઇન્સથી લઈને સ્વાગથ અને બુખારા જેવી હોટેલ્સમાં આવેલી રેસ્ટોરાંને પણ લાગુ થશે . લાઇસન્સ મેળવવાની છેલ્લી તારીખ ચોથી ફેબ્રુઆરી છે . ત્યાર બાદ ખાણીપીણીનાં સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે અને લાઇસન્સ નહીં હોય તો રેસ્ટોરાંને દંડ કરાશે અથવા બંધ કરાવી દેવાશે .

નવા નિયમથી રેસ્ટોરાં ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે . દિલ્હી સ્થિત સબ - વન હોસ્પિટાલિટી સર્વિસિસના સીઇઓ પ્રદીપ સહેગલે જણાવ્યું હતું કે , કાગળ પર નિયમો સરળ લાગે છે , પરંતુ એફએસએસએઆઇએ દસ્તાવેજોની પ્રક્રિયાને સરળ બનાવવાની જરૂર છે જેથી રેસ્ટોરાં ઓપરેટર્સ માટે તેનું પાલન શક્ય બને .

સબ - વન હોસ્પિટાલિટી દેશમાં મલ્ટિપલ રેસ્ટોરાં ચેઇન્સની ફ્રેન્ચાઇઝી ધરાવે છે જેમાં નિરુલાઝ , મોતી મહલ અને રાજધાની તથા વિદેશી ચેઇન મુફીન બ્રેકનો સમાવેશ થાય છે .

સરકારે ટૂંકા સમયમાં 50 થી 60 લાખ લાઇસન્સ આપવા પડે તેવી શક્યતા છે . શહેરની દરેક રેસ્ટોરાં સામે એક અલગ લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવશે . ઉપરાંત ચોક્કસ ફૂડ બિઝનેસ કંપની માટે હેડ ઓફિસ પરથી કેન્દ્રીય લાઇસન્સ મેળવવાનું રહેશે . ભારતમાં સંગઠિત ફૂડ રિટેલ સેગમેન્ટનું કદ રૂ .8,000 કરોડનું છે જે વર્ષે 25 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યો છે .

નિરુલાના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ તથા નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સમીર કુકરેજા જણાવે છે કે , પ્રગતિશીલ પગલું છે . જોકે તેમાં કેટલાક મુદ્દાનો ઉકેલ જરૂરી છે .

એફએસએસએઆઇ દ્વારા નક્કી કરાયેલાં સ્વચ્છતાનાં ધોરણોનું પાલન તમામ રેસ્ટોરાં અને હોટેલ્સ ઉપરાંત સ્નેક બાર્સ , કાફે , સ્કૂલ અને ઓફિસ કાફેટેરિયાએ કરવું પડશે . ઉત્પાદન પર નજર રાખવા એક ટેક્નિકલ વ્યક્તિની નિમણૂક કરવી પડશે જેની પાસે કેમિસ્ટ્રી , બાયો કેમિસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીની ડિગ્રી હોવી જરૂરી છે .

કેએફસી અને પિત્ઝા હટ આઉટલેટનું સંચાલન કરતી અમેરિકન ચેઇન યમ રેસ્ટોરાંના પ્રવક્તાએ જણાવ્યું હતું કે , અમે વિશે માહિતગાર છીએ અને તેનું પાલન કરવાનાં પગલાં લીધાં છે .

ગયા વર્ષે ઓક્ટોબરમાં કેરળમાં થિરુવનંથપુરમ્ ખાતે કેએફસીના એક આઉટલેટમાં ચિકનમાંથી કીડા નીકળ્યા બાદ કેરળ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ તે આઉટલેટ બંધ કરાવ્યું હતું .

No comments:

Post a Comment