Monday, February 4, 2013

૬૦ વર્ષે ઝિન્નત અમાન બીજી વખત પરણશે

મુંબઈ- વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી ઝિન્નત અમાન બીજી વખત શાદી કરવાની છે. ખાસ જાણવા જેવું તે છે કે ઝિન્નતે પોતાનાં પહેલા પતિ મઝહર ખાનનાં મૃત્યુ પામ્યા બાદ ફરી કદી લગ્ન નહીં કરવાનાં સોગંદ લીધા હતા પરંતુ હવે તે પોતાનાં બે પુત્રો - અઝાન અને ઝહાનની પરવાનગીથી ફરી લગ્ન કરવાની છે.
ઝિન્નત પોતે કોની સાથે લગ્ન કરવાની છે તેનું નામ તેણે હજી જાહેર નથી કર્યું પરંતુ કહ્યું છે કે, “હું બીજી વખત લગ્ન કરી રહી છું. તેની ઓળખ જાહેર કરવાની મને જરૂર જણાતી નથી પણ તે ભારતીય છે. આમાં મારા પુત્રોની પૂરતી સંમતિ છે.”
મઝહર અને ઝિન્નત વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો તેથી ઝિન્નતે બંને પુત્રો સાથે મઝહરનું ઘર છોડી દીધું હતું. ત્યારબાદ ૧૯૯૮માં મઝહરનું કેન્સરનાં કારણે મૃત્યુ થયું હતું. મઝહરથી ઝિન્નતને અઝાન અને ઝહાન પુત્રો થયા છે.
ફિલ્મ ‘અબ્દુલ્લાહ’ના શૂટિંગ દરમિયાન ઝિન્નત નિર્માતા-અભિનેતા સંજય ખાન પ્રત્યે આકર્ષાઇ હતી. પરંતુ પરિણીત સંજયે તેને બાદમાં તરછોડી દીધી હતી. ત્યારબાદ ઝિન્નતે અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

No comments:

Post a Comment