Monday, July 8, 2013

બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?

ળોને બજેટનું

કાઉન્ટડાઉન


બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે .

બજેટ કોણ બનાવે છે

નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે

નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે .

બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?

બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા એક પરિપત્ર જારી કરે છે .

મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .

જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ કરતાં પહેલાં વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવે છે . આની સાથે સાથે આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો , બિઝનેસ , એફઆઇઆઇ , અર્થશાસ્ત્રીઓ , સામાજિક સંગઠનો જેવા પક્ષકારોના અભિપ્રાય મેળવીને તેની વિચારણા કરે છે .

બજેટની રજૂઆત

સરકારે સૂચવેલી તારીખ સાથે સ્પીકર સંમત થાય તે પછી લોકસભા સચિવાલયના સેક્રેટરી જનરલ રાષ્ટ્રપતિની મંજૂરી માગે છે .

બજેટ રજૂ થવાનું હોય તે દિવસની સવારે સરકાર નાણા મંત્રાલય અને વડાપ્રધાન દ્વારા મંજૂર કરેલી ' સમરી ફોર ધી પ્રેસિડન્ટ ' મારફત સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે .

નાણાપ્રધાન બજેટ રજૂ કરતા પહેલા ' સમરી ફોર કેબિનેટ ' મારફત બજેટ દરખાસ્તો અંગે કેબિનેટને માહિતી આપે છે .
નાણાપ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરે છે , જેમાં મુુખ્ય અંદાજ અને દરખાસ્તોની રૂપરેખા હોય છે .

નાણાપ્રધાનના બજેટ પ્રવચનના બે ભાગ હોય છે . ભાગ - એમાં દેશનો સામાન્ય આર્થિક સરવે અને નીતિવિષયક નિવેદનો હોય છે . ભાગ - બીમાં ટેક્સની દરખાસ્તો હોય છે .

નાણાપ્રધાનના પ્રવચન પછી રાજ્યસભામાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવામાં આવે છે . બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તે દિવસે કોઇ ચર્ચા થતી નથી .

બજેટને મંજૂરી કેવી રીતે મળે છે

બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .

સામાન્ય ચર્ચા

બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .

સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ' લેખાનુદાન ' મેળવવામાં આવે છે .

ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .

વિગતવાર ચર્ચા

વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે . ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .

કોઇપણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે

ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
ઇકોનોમી કટ
ટોકન કટ

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે .

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .

બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ .

ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .

No comments:

Post a Comment