Monday, July 8, 2013

રૂપિયો વધુ ગગડતાં IT શેર્સમાં ઉછાળો Rupee at 61 all time HIGH

Reutersરૂપિયામાં તાંજેતરમાં જોવા મળી રહેલા ઘસારાથી

IT ટેકનોલોજી નિકાસમાં લાભ થશે તેવી આશાએ આજે વોલેટાઈલ માર્કેટમાં IT શેરોમાં ઉછાળો જોવાયો હતો .

આજે સવારના ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 1.5 ટકા ગગડીને ટ્રેડ થઈ રહ્યો હતો .

26 જૂન બાદનો રૂપિયાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે . અમેરિકામાં આર્થિક સ્થિતિ સુધરતાં અન્ય ચલણો સામે પણ ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે .

ડોલર સામે રૂપિયો આજે એક તબક્કે 61.20 ની ઓલટાઈમ નીચી સપાટીને સ્પર્શી ગયા બાદ તેમાં થોડી રિકવરી આવી હતી અને તે 61.08 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

રૂપિયાના મૂલ્યમાં એક ટકાના ધોવાણથી IT કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં 50 બેસિસ પોઈન્ટનો ફેર પડી શકે છે .

રૂપિયો ગગડ્યો છે ત્યારે પોર્ટફોલિયોની ગુણવત્તા સુધારીને સોફ્ટવેર , ફાર્મા અને ઓટો એન્સિલરીઝ સહીતના નિકાસલક્ષી ક્ષેત્રોનું વેઈટેજ વધારવું જોઈએ , તેમ BSE તેમજ NSE ના સભ્ય દિપેન મહેતાએ ઈટી નાઉને જણાવ્યું હતું .

આજે બપોરે 12.45 વાગ્યે મુંબઈ શેરબજારમાં HCL ટેકનો 2.49 ટકા , હેક્સાવેર ટેકનોલોજીસ 2.49 ટકા , વિપ્રો 1.74 ટકા , ઈન્ફોસિસ 0.71 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

No comments:

Post a Comment