Tuesday, May 20, 2014

મુંબઈ શેરબજારમાં શરૂઆતનો સુધારો ધોવાયો

મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું પણ , ઊંચા મથાળે વેચવાલીથી શરૂઆતનો સુધારો ધોવાઈ ગયો હતો. બપોરે 11

વાગ્યે
BSE સેન્સેક્સ 10.07 પોઈન્ટ ઘટીને 24,352.98 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6.40 પોઈન્ટ ઘટીને 7,257.15 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.23 ટકા અને 1.54 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી , કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , IT તેમજ ટેકનો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે બેન્ક , ઓઈલ-ગેસ તેમજ પાવર શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટબુકિંગ જોવાયું હતું.

શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 176.59 પોઈન્ટ ઉછળીને 24,539.54 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 28.45 પોઈન્ટ વધીને 7,292.00 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.82 ટકા અને 0.76 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે પાવર , મેટલ , રિયલ્ટી , બેન્ક , કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી , પાવર તેમજ ઓઈલ - ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી . આજે સવારથી તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .

No comments:

Post a Comment