રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝના
ચેરમેન
મુકેશ ;
એટલાન્ટિકમાં આવેલા પૌરાણિક ટાપુના આધારે નામકરણ પામનાર ‘ એન્ટિલા ’ 4 , ૦૦ , ૦૦૦ ચોરસ ફૂટનો વિસ્તાર ધરાવે છે , જેનો બાંધકામ ખર્ચ એક અબજ ડોલરથી બે અબજ ડોલર જેટલો આવ્યો હતો એમ ફોર્બ્સે જણાવ્યું છે . એન્ટિલામાં જમીનની અંદર જ છ માળનું પાર્કિંગ છે , ત્રણ હેલિકોપ્ટર પેડ છે અને આ ઘરની દેખરેખ રાખવા માટે જ 6 ૦૦ લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે . ફોર્બ્સે એન્ટિલાના કદ અને ખર્ચની સરખામણી મેનહટ્ટનમાં ગ્રાઉન્ટ ઝીરોની નજીક ઊભેલા બાવન માળના ટાવર ‘ 7 વર્લ્ડ ટ્રેડ સેન્ટર ’ સાથે કરી છે . આ ટાવરમાં ઓફિસો આવેલી છે જેનો બાંધકામ ખર્ચ બે અબજ ડોલર જેટલો હતો . લંડનના કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સમાં આવેલા મિત્તલનાં ઘર સૌથી મોંઘા 21 ઘરની યાદીમાં પાંચમો અને અઢારમો ક્રમ ધરાવે છે . ‘ બિલિયનર્સ રો ’ તરીકે જાણીતા આ સ્થળે મિત્તલ ત્રણ ઘર ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે . ફોર્બ્સે જણાવ્યું હતું કે , 2014 નું વર્ષ હજુ ચાલી રહ્યું છે ત્યારે અતિમોંઘા ઘર ધરાવતા અબજોપતિની યાદીમાં હજુ ઉમેરો થશે . 2013 માં બજારમાં થોડીક નરમાઈ આવી હતી અને 10 કરોડ ડોલરથી વધુ રકમનો કોઈ પ્રોપર્ટી સોદો થયો નહોતો ત્યારે 2014 માં આવા સોદા થવાની શક્યતા છે . ![]() |
|


No comments:
Post a Comment