Tuesday, May 27, 2014

પ્રોફિટબુકિંગથી મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં બંધ

નરેન્દ્ર મોદી સરકારની રચના ઉપરાંત ચાલુ ખાતાની ખાધ ઘટી હોવાના હકારાત્મક સમાચાર વચ્ચે પણ આજે સેન્સેક્સ ઘટ્યો

હતો.


નિષ્ણાતોના મતે સ્થિર સરકારના નામે પહેલેથી જ ખુબ વધી ગયેલા બજારમાં એક્સપાયરી અગાઉ ટ્રેડર્સે નફો બુક કરવાનું વલણ અપનાવતાં શેરબજારમાં આજે 200 પોઈન્ટનો ઘટાડો જોવાયો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 24777.31 અને નીચામાં 24422.33 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 167.37 પોઈન્ટ ઘટીને 24,549.51 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,372.95 અને 7,274.75 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 4 1 . 05 પોઈન્ટ ઘટીને 7,31 8 . 00 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.66 ટકા અને 0.45 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE પાવર ઈન્ડેક્સ 2.14 ટકા , BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.92 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 1.31 ટકા ઘટ્યા હતા જ્યારે BSE IT ઈન્ડેક્સ 0.29 ટકા અને BSE ટેકનો ઈન્ડેક્સ 0.21 ટકા વધ્યા હતા.

12.10 વાગ્યે : પાવર , રિયલ્ટી અને ઓઈલ-ગેસ શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી મુંબઈ શેરબજાર આજે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું.

બપોરે 12.10 વાગ્યે BSE સેન્સેક્સ 158.29 પોઈન્ટ ઘટીને 24,558.59 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 45.90 પોઈન્ટ ઘટીને 7,313.15 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

No comments:

Post a Comment