Monday, June 9, 2014

બજારમાં તેજી: સેન્સેક્સ, નિફ્ટી 7600 નવી ટોચે બંધ

રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ પાવર શેરોમાં લેવાલીથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેમજ
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી વિક્રમ સપાટીએ બંધ રહ્યા હતા.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 25644.77 અને નીચામાં 25496.84 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 142.55 પોઈન્ટ ઉછળીને 25539.01 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ આજે 7600ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,673.70 અને 7,580.25 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 71.20 પોઈન્ટ વધીને 7,654.60 પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.45 ટકા અને 2.13 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 5.73 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 2.43 ટકા , BSE પાવર ઈન્ડેક્સ 2.11 ટકા અને BSE મેટલ ઈન્ડેક્સ 1.77 ટકા વધ્યા હતા.

12 વાગ્યે : રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ પાવર શેરોમાં લેવાલીથી મુંબઈ શેરબજાર આજે બપોરે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીએ આજે નવી ટોચ રચી હતી.

બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 164.59 પોઈન્ટ ઉછળીને 25561.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ આજે 7600ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 65.05 પોઈન્ટ વધીને 7,648.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.08 ટકા અને 1.64 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ પાવર શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે બપોરે પણ તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : US ના જોબ ડેટામાં સુધારા બાદ વૈશ્વિક રાહે મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગ શરૂ થયાની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 106.59 પોઈન્ટ ઉછળીને 25,503.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ આજે 7600 ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 44.40 પોઈન્ટ વધીને 7,627.80 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.92 ટકા અને 1.05 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ પાવર શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી . આજે સવારથી તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .

શુક્રવારે અમેરિકાના બજારો વિક્રમ સપાટીએ બંધ રહ્યા બાદ એશિયાના બજારોમાં આજે સવારે સુધારા તરફી હવામાન જોવા મળ્યું હતું . જાપાનનો નિક્કી 0.58 ટકા જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.8 ટકા અને કોરિયાનો કોસ્પી 0.10 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

શુક્રવારે BSE સેન્સેક્સ ઉપરમાં 25419.14 અને નીચામાં 25129.76 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 376.95 પોઈન્ટ ઉછળીને 25396.46 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7 , 592.70 અને 7 , 497.65 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 109.30 પોઈન્ટ વધીને 7 , 583.40 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:

Post a Comment