Tuesday, June 17, 2014

DLF ગુજરાતમાંથી પ્રેરણા લઈ 3mw વીજ પેદા કરશે

 
ગાંધીનગરમાં રકારના વરિષ્ઠ અધિકારીઓની ઇમારતો પર સોલર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે તેવી રીતે રિયલ્ટી કંપની ડીએલએફ પણ તેની ઓફિસ બિલ્ડિંગોની છત પર સોલર પેનલ ઇન્સ્ટોલ કરીને 3 મેગાવોટ સૌરઊર્જાનું ઉત્પાદન કરવા માંગે છે .

ડીએલએફે બ્રિટનની એનિરોન સોલેટ્રિસિટી અને એઝ્યોર પાવર ઇન્ડિયા સાથે બિલ્ડ અને ઓપરેટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે , જેના ભાગરૂપે પ્રારંભિક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કંપનીની કોમર્શિયલ બિલ્ડિંગ્સની છત પર સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે .

તેમાંથી મળનાર સૌરઊર્જાનો ઉપયોગ તે બિલ્ડિંગની વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે થશે અને તેને મુખ્ય વીજ સંસાધન સાથે જોડી દેવામાં આવશે .

ડીએલએફના નેશનલ ડિરેક્ટર ( ઓફિસિસ બિઝનેસ ) અમિત ગ્રોવરે કહ્યું હતું કે , આનાથી અમારી બિલ્ડિંગ્સની છતની વણવપરાયેલી જગ્યા ઉપયોગમાં લેવામાં મદદ મળશે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવા સ્રોતમાંથી વીજળીનું ઉત્પાદન થઈ શકશે . ગુડગાંવ , દિલ્હી , કોલકાતા અને ચેન્નાઈમાં આવેલી ડીએલએફની ઓફિસ બિલ્ડિંગ્સની છત પર પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં વશે .

No comments:

Post a Comment