વિતેલાં
સપ્તાહે
મજબૂત
બજારમાં
ITC
અને
અગ્રણી FMCG કંપની ITC નું માર્કેટકેપ 10,758.69 કરોડ રૂપિયાના જંગી ઉછાળા સાથે 2,65,140.69 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું . આજ રીતે HDFC બેન્કનું માર્કેટકેપ પણ 10,565.07 કરોડ રૂપિયા ઉછળીને 2,06,183.07 કરોડ રૂપિયા નોંધાયું હતું . ONGC નું માર્કેટકેપ 9,283.13 કરોડ રૂપિયા વધીને 3,60,956.13 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું . ICICI બેન્કનું માર્કટેકપ પણ 9,139.94 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 1,69,060.94 કરોડ અને કોલ ઈન્ડિયા લિમિટેડનું માર્કેટકેપ 7,517.34 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 2,48,896.34 કરોડ રૂપિયા નોંધાયું હતું . સમીક્ષા હેઠળના ગાળામાં લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટકેપ 7,188.27 કરોડ રૂપિયા વધીને 1,61,644.27 કરોડ રૂપિયા નોંધાયું છે જ્યારે RIL નું માર્કેટકેપ 6,192.97 કરોડ રૂપિયા વધીને 3,33,599.97 કરોડ રૂપિયા થયું છે . SBI નું માર્કેટકેપ 4,651.81 કરોડ રૂપિયા વધીને 2,01,503.81 કરોડ , TCS નું માર્કેટકેપ 2,233.27 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 4,72,014.27 કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટકેપ 987.71 કરોડ રૂપિયા વધીને 1,86,003.71 કરોડ રૂપિયા નોંધાયું હતું . સમીક્ષા હેઠળના સપ્તાહે પણ TCS એ તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું જ્યારે ત્યારબાદ અનુક્રમે ONGC, RIL, ITC, કોલ ઈન્ડિયા , HDFC બેન્ક , SBI, ઈન્ફોસિસ , ICICI બેન્ક અને લાર્સન એન્ડ ટુબ્રોનું સ્થાન આવે છે . સૂચિતગાળામાં BSE સેન્સેક્સ 25 , 999.08 પોઈન્ટની નવી ટોચને સ્પર્શ્યા બાદ 862.14 પોઈન્ટ અથવા તો 3.43 ટકાના ઉછાળા સાથે 25 , 962.06 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો . |
|
No comments:
Post a Comment