Tuesday, July 8, 2014

રેલ બજેટ-2014: અમદાવાદને મળી બુલેટ ટ્રેન

નવી દિલ્હી : કેન્દ્રીય રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ સંસદમાં વર્ષ 2014-15 માટેનું રેલ બજેટ બજેટ રજૂ કર્યું હતું .

મોદી સરકારના સર્વપ્રથમ રેલ બજેટમાં તેમણે અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન ઉપરાંત 9 હાઈસ્પીડ ટ્રેન , 27 નવી એક્સપ્રેસ ટ્રેન , 6 AC ટ્રેન , 5 નવી જનસાધારણ એક્સપ્રેસ , 5 પ્રીમયમ ટ્રેન , 8 પેસેન્જર , 5 ડેમુ અને 2 મેમુ ટ્રેનની જાહેરાત કરી છે જ્યારે 11 ટ્રેનોના રૂટ લંબાવાયા છે .

બુલેટ ટ્રેનના સર્વપ્રથમ પ્રોજેક્ટ માટે સરકારે 100 કરોડ રૂપિયા ફાળવવાની પણ દરખાસ્ત કરી છે.રેલ બજેટ અગાઉ ઉતારૂ ભાડાં તેમજ નૂર ભાડાંમાં વધારો કરાયો હોવાથી રેલ બજેટમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

રેલવેમાં FDI ની જરૂરિયાત પર ભાર મૂક્તા તેમણે તેના માટે કેબિનેટની મંજૂરી જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.પેસેન્જર ભાડું ઈંધણના ભાવ સાથે સાંકળવાની હિમાયત કરતાં દુનિયાના સૌથી મોટા માલવાહક બનવાનું રેલવેનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેલવેને 1.49 લાખ કરોડની આવકની આશા છે અને ઉતારૂઓની સંખ્યામાં 2 ટકાનો વધારો થવાનો અંદાજ છે.

રેલવેમાં ઉતારૂઓની સુવિધા વધારવા માટે રેલવે સ્ટેશનો પર સાફ-સફાઈથી લઈને ટિકિટ બુકિંગની સિસ્ટમમાં સુધારા તેમજ સારું ફૂડ મળી રહે તેની પણ જોગવાઈ કરી છે. ટ્રેનના સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવવાની પણ દરખાસ્ત આ બજેટમાં કરવામાં આવી છે. A- 1 અને A કેટેગરીના સ્ટેશનો અને ચુનંદા ટ્રેનમાં વાઈફાઈની સુવિધા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

No comments:

Post a Comment