મોસ્કો, 22 જુલાઇ
પૂર્વ યુક્રેનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા મલેશિયાના વિમાનને બ્લેક બોક્સ મલેશિયાના નિષ્ણાતોને સોંપવામાં આવ્યુ છે. યુક્રેનમાં એક વરિષ્ઠ નેતાએ આજ રોજ આ સામાન નિષ્ણાતોને આપ્યો છે અને તેઓ આ સામાનને હોલેન્ડ લઇ જવામાં આવશે. નેતા એલેક્ઝાન્ડર બોરોડલના જણાવ્યા અનુસાર આજે સવારના સમયે ડોનેત્સકમાં વિમાનના બ્લેક બોક્સ નિષ્ણાંતોને આપવામાં આવશે. સ્વઘોષિત ડોનેત્સક ગણરાજ્યના મુખ્યાલયમાં પત્રકારોની સામે આ નેતાએ બ્લેક બોક્સને નિષ્ણાંતોને હવાલે કરી દીધો. મલેશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કર્નલ મોહમ્મદ સકરીએ જણાવ્યું હતુ કે, બંન્ને બ્લેક બોક્સની હાલત હાલમાં સારી છે. હોલેન્ડના વડાપ્રધાન માર્કરૂટે આ વાતની ઘોષણા એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી કે, વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોમાંથી લગભગ 200 જેટલા યાત્રિઓના શબ રેલગાડીથી વિદ્રોહિયોના કબ્જાવાળા ડોનેત્સકથી ખરકીવ માટે રવાના કરવામાં આવ્યા છે. જ્યાંથી આ શબની ઓળખ માટે હોલેન્ડ લઇ જવામાં આવશે. |
No comments:
Post a Comment