Friday, July 18, 2014

ડી-માર્ટ, આઇડિયા સેલ્યુલરને બેન્કિંગ લાઇસન્સ

ભારતીય રિઝર્વ બેન્કે ડી - માર્ટ
લિમિટેડ
જેવી સુપર માર્કેટ ચેઇન અને આઇડિયા સેલ્યુલર લિમિટેડને બેન્કો સ્થાપવાની મંજૂરી આપવાની દરખાસ્ત કરીને વૈવિધ્યસભર બેન્કિંગ લાઇસન્સ પ્રણાલી શરૂ કરી છે . આના કારણે ગ્રામીણ ભારતમાં નાણાકીય સમાવેશિતાનો સરકારનો એજન્ડા આગળ ધપાવી શકાશે .

સ્મોલ બેન્ક અને પેમેન્ટ બેન્ક જેવી માર્ગદર્શિકાઓ કાર્યાન્વિત થશે તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જેવી કે ગોલ્ડ લોન સ્પેશિયાલિસ્ટ મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ અને ટ્રક ફાઇનાન્શિયર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડને પણ બેન્કમાં રૂપાંતરિત થવાની તક મળી શકે છે .

બે પ્રકારની બેન્કોની મૂડી જરૂરિયાત રૂ .100 કરોડ હશે , પરંતુ તેની કામગીરી અલગ પ્રકારની હશે . પેમેન્ટ બેન્ક ની કામગીરી થાપણો લેવાની હશે , પરંતુ તે ધિરાણ નહીં કરી શકે . તેણે તમામ ભંડોળનું રોકાણ સરકારી જામીનગીરીમાં કરવું પડશે . જોકે સ્મોલ બેન્ક ને ધિરાણ કરવાની મંજૂરી હશે , પરંતુ તેમાં તે જે ક્ષેત્રોમાં કાર્ય કરતી હશે તેમાં પ્રતિબંધો હશે અને ધિરાણ સીધું ખેડૂતો અને નાના એકમોને કરવાનું હશે .

બેન્કોએ ફરજિયાત રીતે અડધા ઉપરાંત ધિરાણ રૂ .25 લાખ કે તેથી નાના કદનું રાખવું પડશે . રિઝર્વ બેન્કે તેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે , “ પેમેન્ટ બેન્ક સ્થાપવાનો મુખ્ય હેતુ નાની બચત ખાતા , ચુકવણી , વસાહતી કામદારોને રેમિટન્સ સર્વિસિસ જેવી સેવાઓ નીચી આવકવાળાં કુટુંબો અને નાના કારોબારોને સગવડો પૂરી પાડી સુધી નાણાકીય સમાવેશિતાનો વ્યાપ વિસ્તારવાનો છે . સ્મોલ બેન્કની કામગીરીનું ક્ષેત્ર મુખ્યત્વે રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશોના નિયત જિલ્લામાં કામગીરી કરવાનું રહેશે , જેથી બેન્ક સ્થાનિક અને પોતીકી લાગે .

રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન ભારત જેવા દેશમાં વૈવિધ્યસભર બેન્કિંગના અભિગમને ચકાસી રહ્યા છે , જ્યાં વસતિનો અડધો હિસ્સો નાણાકીય સગવડો ધરાવતો નથી . જોકે નિયમનકારે ભૂતકાળમાં પણ લોકલ એરિયા બેન્કનો પ્રયોગ કર્યો હતો , પરંતુ તેને ધારી સફળતા મળી નહોતી .

શેરહોલ્ડિંગની મર્યાદા અને મતદાન અધિકારની મર્યાદાના લીધે તે સફળ થઈ હતી , હવે પ્રયત્ન કેટલો સફળ રહેશે તે જોવાનું રહેશે .

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના ડિરેક્ટર અને પાર્ટનર સૌરભ ત્રિપાઠીએ જણાવ્યું છે કે , “ ખાસ એકમોને માટે લાઇસન્સ મળી શકે છે અને તેઓએ નાણાકીય સમાવેશિતા માટેનાં ઉત્પાદનો તૈયાર કરવા પડશે . ઉદાહરણ તરીકે જોઈએ તો ટેલિકોમ કંપનીને પેમેન્ટ બેન્કિંગ લાઇસન્સ મળી શકે છે અને નાણાકીય રીતે બાકાત રહેલા લોકો માટે ડિપોઝિટ પ્રોડક્ટ ડિઝાઇન કરી શકે છે .

No comments:

Post a Comment