Wednesday, July 30, 2014

સલમાન ખાનની ઈદ-પ્રતિજ્ઞા: હૃદયનો રોગ ધરાવતાં ૧૦૦ બાળકોની સારવાર કરાવશે

બૉલીવુડ સ્ટાર સલમાન ખાને ગઈ કાલે ઈદના પ્રસંગે જાહેરાત કરી હતી કે તેની ચૅરિટેબલ સંસ્થા બીઇંગ હ્યુમન હૃદયરોગથી પીડાઈ રહેલાં ૧૦૦ બાળકોને મફત સારવાર આપીને મદદ કરશે.


‘કિક’ ફિલ્મની સફળતાને પગલે સલમાન ખાને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કર્યું હતું કે ફેસબુક કે ટ્વિટર પર હોય એવા કોઈ પણ બાળકને હાર્ટની તકલીફ હોય અને એનો પરિવાર ટ્રીટમેન્ટ કરાવી શકતો ન હોય તો બીઇંગ હ્યુમન એવા ૧૦૦ સાચા પેશન્ટોની સારવાર કરાવશે.

શરૂમાં તેણે તેના ફૉલોઅર્સને માહિતી સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર શૅર કરવા કહ્યું, પણ એમાં કન્ફ્યુઝન થશે એવું જણાતાં તેણે બીઇંગ હ્યુમન સુધી પહોંચવા માટે ઈ-મેઇલ ઍડ્રેસ beinghumanemail@gmail.com આપ્યું હતું.

ગયા મહિને તેણે તેની વેબસાઇટ પર તેના ફૅન્સ અને બીજા લોકોને નોકરી શોધવામાં મદદ કરવા માટે તેની વેબસાઇટ beinghumanemail@gmail.com ની જાણકારી ટ્વિટર પર આપી હતી.

બીઇંગ હ્યુમન ચૅરિટેબલ સંસ્થા સલમાન ખાને શરૂ કરી છે અને એ સમાજના સુવિધાથી વંચિત લોકોની ભલાઈ માટે કામ કરે છે.

No comments:

Post a Comment