Monday, July 21, 2014

પાકિસ્તાન. ટીમ સાબરમતી રિવરફ્રન્ટ મોડલનો અભ્યાસ કરશે

લાહોરના મ્યુનિ કમિશનર સહિત છ સભ્યોનું એક ડેલિગેશન સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત
લેવા આવી પહોંચ્યું છે.


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની ચર્ચા દેશવિદેશમાં થઈ રહી છે , દેશનાં મોટા ભાગનાં રાજ્યોનાં પ્રતિનિધિમંડળો રિવર ફ્રન્ટ , બીઆરટીએસ અને કાંકરિયા લેક ફ્રન્ટ વગેરે પ્રોજેક્ટ નિહાળવા અને તેનો અભ્યાસ કરવા આવી ચૂક્યા છે.

કેટલાક દેશનાં ડેલિગેશન પણ રિવર ફ્રન્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. પરંતુ રિવર ફ્રન્ટની ખ્યાતિ હવે પાકિસ્તાનમાં પણ પહોંચી ગઈ છે અને પાકિસ્તાનના મોટા તથા જાણીતા શહેર લાહોરમાં પણ રિવર ફ્રન્ટ જેવો પ્રોજેકટ અમલમાં મૂકવા માટે ત્યાંના કમિશનર મહેમૂદ રશીદ , લાહોર ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ચીમા સહિત છ સભ્યો આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

મ્યુનિ રિવર ફ્રન્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર , પાકિસ્તાની ડેલિગેશન વિમાન માર્ગે આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યું છે , જેમની મહેમાનગતિ મ્યુનિ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉસ્માનપુરા મ્યુનિ કચેરી પાસેની હોટેલમાં ઉતારવામાં આવેલા ડેલિગેશનને રિવર ફ્રન્ટનું સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીનું ડેવલપમેન્ટ તથા રિવર ફ્રન્ટ ઉપરનાં અન્ય વિકાસ કાર્યો જેવા કે શાહીબાગ-ઉસ્માનપુરા ગાર્ડન , ગુજરી બજાર તથા ધોબી ઘાટ વગેરે બતાવવામાં આવશે. તેમને રિવર ફ્ર્ન્ટમાં બોટિંગ પણ કરાવવામાં આવશે. રમજાન મહિનો હોવાથી તેમને મ્યુનિ કમિશનર તરફથી ઇફતારી કરાવવામાં આવશે.

પાકિસ્તાની ડેલિગેશનને રિવર ફ્રન્ટ ઉપરાંત બીઆરટીએસ તથા કાંકરિયા લેક ફ્રન્ટ પ્રોજેક્ટ પણ બતાવવામાં આવે તેવી શક્યતા છે. ડેલિગેશનના સભ્યો મેયર મીનાક્ષીબેન પટેલ , સ્ટે કમિટી ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત લે તેવી સંભાવના રહી છે. જોકે હજુ સુધી તેનો કાર્યક્રમ નક્કી થયો નથી.

<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

No comments:

Post a Comment