Market Ticker

Translate

Tuesday, July 22, 2014

ફ્લિપકાર્ટના ઓફિસ બોયને પણ કરોડપતિ બનવાની તક

ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના શોફર અને પર્સનલ આસિસ્ટન્ટ ગયા દાયકામાં ધનાઢ્ય બની ગયા ત્યારે ચર્ચા જાગી હતી . તેમની પાસે ઇસોપ્સ હતા અને ઇન્ફોસિસના શેર આકાશને આંબી ગયા ત્યારે તેમના ઇસોપ્સનું મૂલ્ય વધી ગયું હતું .

ભારતની કેટલીક - કોમર્સ કંપનીઓ નોન - મેનેજરિયલ કર્મચારીઓને ઇસોપ્સ આપવા વિચારે છે અને અમુલ લોકોને ઇસોપ્સ આપ્યા છે . તેના કારણે ઓફિસ બોય , વેરહાઉસ સુપરવાઇઝર , ક્લર્ક , રિસેપ્શનિસ્ટ વગેરેને પણ કમાવાની તક મળશે . તેમની કંપની બાયબેક કરે અથવા લિસ્ટિંગ થાય કે મર્જર થાય ત્યારે તેમને મૂલ્ય મળશે .

ફ્લિપકાર્ટ , સ્નેપડીલ , શોપક્લુઝ અને ઇન્ફીબીમ જેવી - કોમર્સ કંપનીઓ લાંબા ગાળાના નોન - મેનેજરિયલ સ્ટાફને સ્ટોક ઓપ્શન આપે છે .

આગામી સમયમાં સંપત્તિનું સર્જન કઈ રીતે થશે તેનું ઉદાહરણ શંભુ બિસ્વાસ છે . તે 2009 માં છનો સ્ટાફ ધરાવતી બેંગલોર ઓફિસમાં ઓફિસ બોય તરીકે જોડાયો હતો અને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ ( ઇસોપ્સ ) મેળવ્યા હતા . તે કંપની ફ્લિપકાર્ટ હતી અને ફંડ એકત્રીકરણના નવા રાઉન્ડ પછી તેનું મૂલ્ય લગભગ પાંચ અબજ ડોલર આંકવામાં આવે છે .

બિસ્વાસનો અત્યારનો પગાર 15,000 રૂપિયા છે . જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે ત્યારે તેનું મૂલ્ય 10 લાખ રૂપિયાને વટાવી જાય તેવી શક્યતા છે . હાલમાં તેનું મૂલ્ય સાત લાખ રૂપિયા આંકવામાં આવે છે . બિસ્વાસ અને ફ્લિપકાર્ટના વહીવટી આસિસ્ટન્ટ લેવલના બીજા કર્મચારીઓ માટે સારી બાબત છે કે તેમણે આઇપીઓ સુધી રાહ જોવાની જરૂર નથી . તેઓ કંપનીના ઇસોપમાં 0.07 ટકા હિસ્સો ધરાવે છે .

ફ્લિપકાર્ટ બાયબેક ઓફર કરી શકે છે . બિસ્વાસે ગયા વર્ષે તેના 10 ટકા ઇસોપ્સ વેચ્યા હતા અને રૂ .40,000 બેન્ક એફડીમાં મૂક્યા હતા . ફ્લિપકાર્ટના જણાવ્યા પ્રમાણે નીચલા સ્તરના કર્મચારીઓ માટે ઘણી મોટી તક છે કારણ કે ઇસોપ્સનું મૂલ્ય તેમના વાર્ષિક પગાર કરતા ચારથી 13 ગણું વધારે છે .

ફ્લિપકાર્ટની હરીફ સ્નેપડીલે ઇટીને જણાવ્યું હતું કે તેના નીચલા સ્તરના ચાર કર્મચારી ઇસોપ્સ ધરાવે છે . પરંતુ તેની વધારે વિગતો આપવાનો કંપનીએ ઇનકાર કર્યો હતો . ઇસોપ્સ કેવી રીતે વટાવવા તેના વિશે પણ સ્નેપડીલે માહિતી આપી હતી .

ઇન્ફીબીમના સ્થાપક અને સીઇઓ વિશાલ મહેતાએ જણાવ્યું કે તેના ઓફિસ બોય , કસ્ટમર સર્વિસ સ્ટાફ , એડ્ મિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અને ડિલિવરી પર્સનલ સહિત 15-20 કર્મચારીઓ પાસે ઇસોપ્સ છે . ઇન્ફીબીમ રૂ .500 કરોડનો આઇપીઓ લાવવા વિચારે છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports