Monday, July 14, 2014

ટાઈટનની ગોલ્ડ સ્કીમ બંધ, પરત કરશે પૈસા

ટાઈટને પોતાની બે ખાસ જાણીતી ગોલ્ડ સ્કિમ ગોલ્ડન હાર્વેસ્ટ અને સ્વર્ણનિધી સ્કીમ બંધ કરી છે. ખરેખર સરકારે દરેક જ્વેલરી સ્કિમો પર નવા કંપની એક્ટ પ્રમાણે અમુક નિયમો લગાવ્યા છે જેનાં હેઠળ જ્વેલરી ડિપોઝીટ સ્કિમ પબ્લીક ડિપોઝીટ હેઠળ આવશે જેનાં કારણે કંપનીઓને 12% રિટર્ન આપવું શક્ય નહીં બને.

આ નિયમનાં ફેરફારને કારણે કંપનીએ આ નિર્ણય લેતા બન્ને સ્કીમ બંધ કરી છે. અને દરેક ગ્રાહકોને સ્કીમ માટે અપાયેલ પોસ્ટ ડેટેડ ચેક પરત લેવા કહ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે સ્કીમ ધારકો કંપનીનો સંપર્ક સાધી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ નવો કંપની એક્ટ 1 એપ્રીલ 2014થી લાગુ પાડવામાં આવશે.

No comments:

Post a Comment