Friday, July 4, 2014

સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ

મુંબઈ શેરબજાર આજે ઉતાર-ચઢાવ બાદ નવી ટોચે બંધ રહ્યું હતું. બજારમાં જોવા મળેલી પ્રિ-બજેટ રેલીમાં નેશનલ

સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ આજે ઈન્ટ્રા ડેમાં પણ 7758ની નવી ટોચને સ્પર્શ કર્યો હતો.


દિવસ દરમિયાન BSE ઉપરમાં 25981.51 અને નીચામાં 25659.33 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ સેન્સેક્સ 138.31 પોઈન્ટ વધીને 25962.06 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,758.00 અને 7,661.30 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 36.80 પોઈન્ટ વધીને 7,751.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.58 ટકા અને 0.85 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.67 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 1.10 ટકા , BSE પાવર ઈન્ડેક્સ 0.89 ટકા , BSE બેન્કેક્સ 0.73 ટકા અને BSE હેલ્થકેર ઈન્ડેક્સ 0.48 ટકા વધ્યા હતા જ્યારે BSE મેટલ ઈન્ડેક્સ 0.87 ટકા અને BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 0.36 ટકા ઘટ્યા હતા.

14.50 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે બપોર બાદ ફરી ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. બપોરે 14.50 વાગ્યે BSE સેન્સેક્સ 101.11 પોઈન્ટ વધીને 25924.86 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 22.50 પોઈન્ટ વધીને 7,737.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.66 ટકા અને 0.87 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી , ઓઈલ-ગેસ તેમજ ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી જયારે મેટલ તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

13.10 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું પણ , બપોરે તે રેડ ઝોનમાં આવી ગયું હતું. કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ બેન્ક શેરોમાં વેચવાલીથી બપોરે 13.10 વાગ્યે BSE સેન્સેક્સ 74.28 પોઈન્ટ ઘટીને 25749.47 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 26.05 પોઈન્ટ ઘટીને 7,678.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.09 ટકા અને 0.17 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી , ફાર્મા તેમજ ટેકનો શેરોમાં લેવાલી જોવા મળી હતી જયારે કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

12 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું પણ , બપોરે તે રેડ ઝોનમાં આવી ગયું હતું. કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ બેન્ક શેરોમાં વેચવાલીથી બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 7.07 પોઈન્ટ ઘટીને 25816.68 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 4.10 પોઈન્ટ ઘટીને 7,710.70 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.45 ટકા અને 0.61 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી , ફાર્મા તેમજ ટેકનો શેરોમાં લેવાલી જોવા મળી હતી જયારે કેપિટલ ગૂડ્ઝ , મેટલ તેમજ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગ શરૂ થયાની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 23.90 પોઈન્ટ ઉછળીને 25847.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7.15 પોઈન્ટ વધીને 7,721.95 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.14 ટકા અને 0.20 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે પાવર , રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , બેન્ક તેમજ મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી . આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .

ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 25999.08 અને 25793.70 નીચામાં પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 17.46 પોઈન્ટ ઘટીને 25823.75 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,754.65 અને 7,706.80 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 10.35 પોઈન્ટ ઘટીને 7,714.80 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:

Post a Comment