Thursday, July 17, 2014

UKના નવા વિઝામાં નવા નિયમો, હજારો ભારતીયને અસર થશે

(પ્રતિકાત્મક તસવીર)
 
- યુકેના નવા વિઝા નિયમોથી હજારો ભારતીયને અસર થશે
- ૧૯ લાખ કમાતા લોકો જ પત્નીને બ્રિટનમાં રહેવા બોલાવી શકશે

લંડન: બ્રિટનની એપલેટ અદાલતે સરકારના સખત વિઝા નિયમોને બહાલી આપી છે. આ નિયમ હેઠળ હવે ઓછામાં ઓછી ૧૮,૬૦૦ પાઉન્ડ (અંદાજે રૂ. ૧૯ લાખ)ની આવક ધરાવતી વ્યક્તિ જ તેની પત્નીને તેની સાથે રહેવા બોલાવી શકશે. આ નિર્ણયના કારણે ભારતીય મૂળના નાગરિકો સહિ‌ત હજારો વિઝા અરજદારોને ફટકો પડવાની સંભાવના છે. બ્રિટનના હોમ સેક્રેટરી થેરેસા મેએ હાઇકોર્ટે આપેલા નિર્ણયને એપલેટ કોર્ટમાં પડકાર્યો હતો. થેરેસાએ જણાવ્યું હતું કે ૧૮,૬૦૦ પાઉન્ડની જરૂરિયાત ખૂબ જ વધારે અને અન્યાયી છે.

ઓછામાં ઓછી ૧૮,૬૦૦ પાઉન્ડની જરૂરિયાતના કારણે ભારતીયો સહિ‌ત હજારો વિઝા અરજદારોને અસર થશે, જેઓ પોતાના લગ્ન ભારતમાં કરે છે અને તેમના ડિપેન્ડન્ટ તરીકે બ્રિટનમાં રહેવા માટે બોલાવે છે. અગાઉ હાઇકોર્ટના જસ્ટિસ બ્લેકે જણાવ્યું હતું કે આ નિયમ પ્રમાણે જરૂરી રકમ દેશના લઘુતમ વેતન ૧૩,૪૦૦ પ્રમાણે બિલકુલ યોગ્ય છે.

(પ્રતિકાત્મક તસવીર)
 
ગાડર્ડિયન અખબારના અહેવાલમાં જણાવાયું છે કે ત્રણ એપલેટ કોર્ટના ન્યાયધીશોએ જણાવ્યું હતું કે આ નિયમના કારણે બ્રિટનમાં રહેતા પતિ અને પત્નીઓના માનવ અધિકારોનો ભંગ થાય છે તે સાચુ નથી અને આથી આ નિયમ કાયદેસર છે.

અદાલતે આ ચુકાદો બે બ્રિટિશ નાગરિકો અબ્દુલ મજિદ અને શબાના જાવેદના કેસમાં આપ્યો છે. આ બન્ને વ્યક્તિઓ શરણાર્થી તરીકે બ્રિટનના બિમ્રંગહામમાં રહે છે અને બ્રિટનમાં રહેવાનો અધિકાર ધરાવે છે. જોકે તેમણે બન્ને યુરોપની બહાર રહેતી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોવાથી આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.

No comments:

Post a Comment