Market Ticker

Translate

Friday, August 8, 2014

બજારમાં કોન્સોલિડેશન વખતે રોકાણની તક ઝડપવી જોઈએ

છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણી બધી વૈશ્વિક મુશ્કેલીઓ આવી હોવા છતાં ભારતીય શેરોએ ખૂબ તંદુરસ્ત દેખાવ કર્યો છે . પરંતુ આશ્ચર્યજનક રીતે , રોકાણકારો ભારતમાં વ્યાજદરો મધ્યમ ગાળામાં ઊંચા રહેવાની શક્યતા છે તે હકીકત અંગે ચિંતામાં રહ્યા છે . ચિંતા મુદ્દે વધી છે કે ગયા વર્ષ કરતાં કિંમતો ઊંચી છે . સેન્સેક્સનો હાલનો એક વર્ષનો ફોરવર્ડ P/E 16.5 ગણો આકર્ષક છે , જે જાન્યુઆરી 2014 ના 15.6 ગણાથી માત્ર 6 ટકા ઉપર છે .

પ્રથમ તો આપણે સમજી લઈએ કે કિંમતો બહુ ઊંચી નથી . તેઓ છેલ્લાં બે વર્ષની સરેરાશથી માત્ર 11 ટકા ઊંચી છે . પરંતુ હકીકતમાં નફામાં ખરેખર વૃદ્ધિ થવાની કોઈને ધારણા હતી . છેલ્લાં ચાર ક્વાર્ટર્સમાં આપણે નફામાં સતત વધારો જોયો છે .

નાણાકીય વર્ષ 2015 માટે સેન્સેક્સના નફાનો અંદાજ જાન્યુઆરી 2014 થી સતત વધતો રહ્યો છે . કોર સેક્ટર્સમાં જોવા મળતું વેગમાન અને નાણાકીય વર્ષ 2015 ના પ્રથમ ક્વાર્ટરનાં પરિણામો જોતાં નાણાકીય વર્ષ 2015 અને 2016 માટેની આગાહી આગળ જતાં વધવાની શક્યતા છે .

આપણે સ્પષ્ટ રીતે સમજીએ છીએ કે કોર્પોરેટ અને ગ્રાહકનો વિશ્વાસ ઘણો વધુ છે અને ઘરેલું ખર્ચ એક વર્ષમાં વધશે . નજીકના ગાળામાં શેરોમાં વોલેટિલિટીને જોતાં ઇક્વિટીમાં ભાવિ વૃદ્ધિ માટે તંદુરસ્ત પાયો છે . આવા સંજોગોમાં ભારતીય ઇક્વિટી માટે સાચું P/E મૂલ્ય નક્કી કરવું ખૂબ મુશ્કેલ બનશે .

બીજું , જ્યારે ભારત સરકારના 10 વર્ષના વાસ્તવિક દરો સતત નીચે ગયા છે ત્યારે ઇક્વિટી માટે વ્યાજદરની ચિંતા કરવી જોઈએ . ભારતમાં વાસ્તવિક દર જાન્યુઆરીમાં 0.20 ટકા અને માર્ચમાં 0.70 ટકાથી વધીને હાલ 1.6 ટકા થયા છે . ગ્રાહક ભાવાંક માટે આરબીઆઇની લાંબા ગાળાની 8 ટકા અને નાણાકીય વર્ષ 2015 અને 2016 માટે 6 ટકાની આગાહીને જોતાં અમને લાગે છે કે વાસ્તવિક દરો વધુ સારા બનવાની શક્યતા છે .

આપણે સમજીએ છીએ કે વૈશ્વિક પરિસ્થિતિને ગણતરીમાં લીધા વિના ભારત માટે એક સૌથી મોટી ચિંતા સરકાર કેવી રીતે અને ક્યારે સુધારા નીતિઓનો અમલ કરે છે તેની છે . કેટલાંક નીતિલક્ષી પગલાં આપણે જોઈ ચૂક્યા છીએ પરંતુ તે બજારની અપેક્ષા સામે બહુ ઓછાં છે .

ચાર મોટાં રાજ્યો ( મધ્યપ્રદેશ , કર્ણાટક , બિહાર અને પંજાબ ) માં વિધાનસભાની ચૂંટણી ઓગસ્ટ 2014 માં યોજાશે , જે રાજ્યસભામાં એનડીએની તાકાત અને સુધારાની શરૂઆત પર અસર કરી શકે છે . નિ : શંક રીતે સમયગાળો કન્ઝમ્પશન અને ડ્યુરેબલ ગૂડ્ઝ માટે સારો હોય છે . પરંતુ ઐતિહાસિક આંકડા સૂચવે છે કે રાષ્ટ્રીય ચૂંટણી કરતાં રાજ્યસ્તરનાં સમીકરણો અલગ હોય છે .

આપણે સમજવું જોઈએ કે ઊંચા વ્યાજદરોની પરિસ્થિતિ થોડો સમય રહેવાની છે અને કંપનીઓએ હકીકતને એડ્જસ્ટ કરી છે . તેમણે તેમની કાર્યકારી મૂડી અને વૃદ્ધિના ગિયરને બદલ્યું છે . પરિણામે , નફાની ગુણવત્તા સુધરી છે . પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને ક્ષમતા અને મૂડી માટે અવરોધ નડે છે . મુદ્દા વ્યાપક રીતે સમજમાં છે અને મધ્યમ ગાળામાં તેમને હલ કરવામાં વશે .

વૈશ્વિક અને સ્થાનિક સ્તરોએ આજે વ્યાજદરની ચિંતાને જોતાં નજીકના ગાળામાં જોખમ છે . એફઆઇઆઇના રોકાણપ્રવાહ સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય ભંડોળનો ઉમેરો ખાસ કરીને ભારત માટે જોખમમાં ઉમેરો કરે છે . જોતાં ભારતના બજારમાં કોન્સોલિડેશન છે . આપણે તેને ઇક્વિટીની પોઝિશન્સ વધારવાની તક તરીકે લેવું જોઈએ .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports