Tuesday, August 12, 2014

પાસપોર્ટ બનશે સરળ કારણ કે જાણો પોલીસ વેરિફેશનના કેવા બદલાઈ જશે નિયમો

વી દિલ્હી, 12 ઓગસ્ટ

સરકારી ઓફીસોમાંથી સર્ટિફિકેટ બનાવવા અને વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે. આ પ્રક્રિયામાંથી હવે ટૂંક સમયમાં જ છુટકારો મળવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારાઆ પ્રક્રિયામાં ફેરફાર કરવાની અરજી મુકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટના પોલીસ વેરિફિકેશનમાં જે બદલાવ લાવવાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે તેમાં પોલીસ તપાસ દરમિયાન પડોશીઓને કોઈ પુછપરછ કરવામાં આવશે નહી અને તેની જગ્યાએ માત્ર તે વ્યક્તિનો કોઈ ક્રાઈમ રિપોર્ટ નથી તેવી વાતોનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત પોલીસે પણ 3 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.

અત્યાર સુધીના નિયમ પ્રમાણે પાસપોર્ટ બનાવવા, રેસિડન્સ, પેન્શન, નોકરી અથવા કોઈ સરકારી સુવિધા મેળવવી હોય તો સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડતા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને તેમના મંત્રાલયોને ચિઠ્ઠી લખીને જણાવ્યુ છે કે, સામાન્ય જનતાને આ પ્રમાણેનુ સર્ટીફિકેટ બનાવવામાં ખૂબ સમસ્યા થતી હોય છે અને પોતાનુ કામ પુરૂ કરવા માટે તેમણે વિવિધ ઓફિસોના ચક્કર લગાવા પડે છે. દરેક રાજ્યોના વિવિધ નિયમો હોવાથી પણ તેમણે દરેક વખતે નવા નિયમોની ઔપચારિકતા પુરૂ કરવી પડે છે. પરિણામે હવે કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં એખ સરખા જ કાયદા રાખવાનુ વિચારી રહ્યા છે.

સરકાર પાસેથી ર્ટિફિકેટ બનાવવા માટે જોઈ કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપશે તો તેમને કડક સજાના નિયમ બનાવવામાં આવશે. ખોટી માહિતી આપવા બદલ વ્યક્તિને 1 વર્ષ, ખોટુ પ્રૂફ આફવા માટે બે વર્ષ અને જાણ જોઈને માહિતી છુપાવવા માટે 2 વર્ષની સજા કરવામાં આવશે.

આજ રીતે રેસિડેન્શિયલ પ્રુફમાં પણ સરળતા લાવવામાં આવશે. રેસિડન્સના ડોક્યુમેન્ટ હવે 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ જુના જ જોઈશે. તે ઉપરાંત કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ 2 વર્ષ કરતા પણ ઓછો સમય રહ્યા હશે તો તેમને સર્ટિફિકેટ આપવા માટે ના પાડવામાં નહી આવે. આવા સંજોગોમાં કોઈ સરકારી અધિકારીને વેરિફિકેશનની જરૂર હશે તો તેમની આજુ બાજુમાં રહેતી વ્યક્તિઓ આ વરિફિકેશન કરી શકશે પરંતુ તેમાંશરત માત્ર એટલી રહેશે કે વેરિફિકેશન કરનાર વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ જેવા પ્રૂફ હોવા જરૂરી છે. આ વિશેના ફોર્મ સુવિધા સેન્ટર અને તેની વેબસાઈટ પરથી મલી જશે. ફોર્મને આ સેન્ટર પર જમા કરીને અહીં જ સર્ટિફિકેટ પણ મેળવી શકાશે.
 

No comments:

Post a Comment