Tuesday, August 12, 2014

ગિફટમાં દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર ભાગીદાર

દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર અને દુબઈ

મલ્ટિ
કોમોડિટી સેન્ટર જેવી નાણાકીય સંસ્થાઓએ ગાંધીનગર નજીક વિકસી રહેલા ગિફટસિટી પ્રોજેક્ટમાં ભાગીદારી કરવામાં રસ દાખવ્યો છે . અને આગામી મહિનાઓમાં કંપનીઓ સાથે ગિફટસિટી કરાર કરવાની દિશામાં આગળ વધી રહી છે .

નાણાપ્રધાન સૌરભ પટેલ , ગિફટસિટીના ચેરમેન સુધીર માંકડ અને એમ ડી આર કે ઝાની આગેવાની હેઠળ દુબઈ ગયેલા ડેલિગેશને ફાઇનાન્સ તથા અગ્રણી કંપનીઓ સાથે વિવિધ બેઠકો યોજીને ગિફટસિટીના માર્કેટિંગ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા .

દુબઈ મુલાકાત અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે , ડેલિગેશનની મુલાકાતની ફળશ્રુતિએ રહી છે કે દુબઈની અગ્રણી ફાઇનાન્સ કંપનીઓએ ગિફટસિટીના પ્રોજેક્ટરમાં રસ દાખવ્યો છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરવાની માર્કેટિંગ કવાયતમાં સૌરભ પટેલ પણ જોડાયા છે . દુબઈની કંપનીઓએ ગિફટસિટીને ફાઇનાન્શિયલ હબ તરીકે વિકસાવવાના પ્રયાસોમાં ભાગદાર બનવા ઉત્સુકતા દાખવી છે , તેની સાથે કરાર પણ કરવામાં આવશે .
ડેલિગેશને દુબઈના ઉદ્યોગપતિઓને જાન્યુઆરી 2015 માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું છે .

ડેલિગેશનમાં રાજ્યના નાણાવિભાગના અધિક સચિવ તથા ગિફટસિટીના વાઇસ પ્રેસિડન્ટ દીપેશ શાહે દુબઈ સ્થિત ફાઇનાન્સ , મેટ્રો , રોડ ટ્રાન્સપોર્ટ વિભાગોના વડાઓ સાથે મુલાકાત કરી હતી .

No comments:

Post a Comment