અદાણી
ગ્રૂપ
તથા
ગુજરાત
સ્ટેટ
ગુજરાત સરકારની GSPC ની પેટાકંપની GSPC LNG લિમિટેડે ગઈ 24 જુલાઈએ મુંદ્રા ખાતે અદાણી પોર્ટ્સ દ્વારા વિકસાવનારા મલ્ટિ - પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના કો - ડેવલપર બનવાની મંજૂરી મેળવી હતી . આ પ્રોજેક્ટમાં GSPC નો હિસ્સો 50 ટકા હશે જ્યારે અદાણીનો હિસ્સો ૨૫ ટકા રહેશે . આ પ્રોજેક્ટનું ધિરાણ 70:30 ના ડેટ ઇક્વિટી રેશિયોથી કરાશે . ટર્મિનલની ક્ષમતા વાર્ષિક 10 મિલિયન ટન સુધી વિસ્તારી શકાશે . આ પગલાથી ખર્ચમાં રૂ .700-800 કરોડની બચત થશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું . વાણિજ્ય મંત્રાલયના બોર્ડ ઓફ અપ્રુવલ્સ દ્વારા જીએસપીસી એલએનજીને 28 હેક્ટર્સના વિસ્તારમાં સ્ટોરેજ તથા રિગેસિફિકેશન સુવિધા સહિત વાર્ષિક પાંચ મિલિયન ટનના એલએનજી ટર્મિનલ માટે મંજૂરી આપી હતી . સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કો - ડેવલપર બનવાને પગલે આ પ્રોજેક્ટ હવે ડ્યૂટી - ફ્રી આયાત માટે હકદાર બનશે જેનાથી તેના અગાઉના રૂ .5,200 કરોડના ખર્ચના અંદાજમાં રૂ .700-800 કરોડની બચત થશે . આ ટર્મિનલ 2016 સુધીમાં કાર્યરત થઈ જશે . ડ્યૂટી ફ્રી આયાત શરૂ થયા બાદ ડેવલપર્સે ચોક્કસ જથ્થો સેઝમાં કાર્યરત એકમોને આપવાનો રહેશે . જીએસપીસી - અદાણી સંયુક્ત રીતે દહેજ સેઝની આસપાસના એકમોમાં વાર્ષિક 3.8 મિલિયન ટન એલએનજીના વેચાણની યોજના ધરાવે છે . આ ઉપરાંત તેઓ જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીના દહેજ સેઝમાં બની રહેલા પેટ્રોકેમિકલ્સ એકમ માટે 1.1 મિલિયન ટન એલએનજી તથા મેંગ્લોર સેઝમાં બનનારા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ માટે 1.3 મિલિયન ટન એલએનજીના વેચાણ માટે વાટાઘાટ ચલાવી રહ્યા છે . જ્યારે બંને કંપનીઓ દહેજ સેઝમાં આવેલા ટોરેન્ટ એનર્જી લિના પાવર પ્લાન્ટને 1.4 મિલિયન ટન એલએનજીના વેચાણની યોજના ધરાવે છે . મુકેશ અંબાણી સંચાલિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા યુરોપની બીજા ક્રમની સૌથી મોટી ઓઇલ કંપની બીપી , ઓએનજીસી તથા આઇઓસીના સમાન હિસ્સા દ્વારા રચાયેલ જોઇન્ટ વેન્ચર કંપની ઇન્ડિયા ગેસ સોલ્યુશન્સ પ્રાલિને આ પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સો ખરીદવા શોર્ટ લિસ્ટ કરાઈ છે . આ અગાઉ જાહેર માલિકીની ગેઇલ સહિત આઠ કંપનીઓએ આ પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો હતો . સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે જીએસપીસી એવા ભાગીદારની શોધમાં છે કે જે એલએનજી લાવી શકે અથ વા તો તેનો વપરાશ કરી શકે . બીપી એલએનજીના ઉત્પાદન તથા ટ્રેડિંગ એમ બંને કામગીરી સાથે સંકળાયેલી છે . જ્યારે રિલાયન્સની જામનગરમાં આવેલી બે રિફાઇનરી તથા તેના મોટા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ્સ ગેસનો વ્યાપક પ્રમાણમાં વપરાશ કરે છે . આ ઉપરાંત ઓએનજીસી પણ ગેસનો મોટા પ્રમાણમાં વપરાશ કરે છે . |
|
No comments:
Post a Comment