Friday, August 8, 2014

પ્રિયંકાનું ડ્રીમ HOME!


આજકાલ મુંબઈ રિયલ એસ્ટેટમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાનું ડ્રિમ હાઉસ ખરીદી લીધું છે. મુંબઈમાં પ્રિયંકાને પોતાનો મનપસંદ બંગલો વર્સોવામાં મળી ગયો છે. કહેવાય છે કે રીતિક રોશન પણ અહીંયા બંગલો શોધતો હતો પરંતુ પ્રિયંકાએ પહેલાં બાજી મારી લીધી હતી. પ્રિયંકા ચોપરા હાલમાં લોખંડવાલા એપાર્ટમેન્ટમાં રહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી પ્રિયંકા સી-ફેસિંગ બંગલો શોધી રહી હતી. અંતે પ્રિયંકાને વર્સોવામાં દરિયા મહેલ પસંદ આવી ગયો છે. ગયા મહિને પ્રિયંકાની આ ડિલ 100 કરોડમાં ફાઈનલ થઈ છે. પ્રિયંકા આ બંગલાની માલકિન બની ગઈ છે. આ બંગલાનો પહેલો માલિક આ બંગલાને પહેલાં શૂટિંગ માટે ભાડે આપતો હતો. તેથી અહીંયા અનેક બોલિવૂડ સ્ટાર્સ શૂટિંગ કરેલું છે. આ બંગલામાં બે નેમ-પ્લેટ જોવા મળે છે. એક નેમપ્લેટ પર દરિયામહેલ અને બીજી નેમ પ્લેટ પર માણેકલાલ ચુન્નીલાલ ચિનોય લખવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ બંગલો 1930માં બ્રિટિશ આર્કિટેક્ટ બાંધ્યો હતો. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા માણેકલાલ ચુન્નીલાલ ચિનોયનો આ બંગલો હતો. આગળ ક્લિક કરો અને જુઓ પ્રિયંકાના 100 કરોડના બંગલાની બહારની તસવીરો...

No comments:

Post a Comment