Thursday, September 11, 2014

વિલફુલ ડિફોલ્ટર નિયમો પર સવાલો ઉભા

આમ તો મંગળવારે જ વિલફુલ ડિફોલ્ટર પર આરબીઆઈએ પોતાના કઠણ નિયમો લાગુ કરી દીધા હતા. જે પ્રમાણે વિલફુલ ડિફોલ્ટર કંપનીની કોઈ પણ ગ્રુપ કંપની પણ વિલફુલ ડિફોલ્ટર ગણવામાં આવશે. પરંતુ આરબીઆઈનાં આ નિયમો પર સવાલો ઊભા થયા છે. કારણ કે ગુજરાત હાઈ કોર્ટે આ નિયમો સાથે જ જોડાયેલ માસ્ટર સર્ક્યૂલરના અમુક મુદ્દાઓ પર આપત્તી ઉઠાવી છે.

ગુજરાત હાઈ કોર્ટ પ્રમાણે કંપનીના નોમિની, ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને વિલફુલ ડિફોલ્ટર કહેવું ખોટું છે. આરબીઆઈ સર્ક્યૂલર પ્રમાણે ડિફોલ્ટ કરવાવાળી કંપનીના બધાજ ડિરૅક્ટરો પર બૅન્ક સેવાઓ લેવા પર રોક લગાવવામાં આવી છે. ગુજરાત હાઈ કોર્ટે આને સંપૂર્ણ ખોટું બતાવ્યું છે.   

No comments:

Post a Comment