Tuesday, September 2, 2014

જપાનમાં પણ મોદીની ચાય પે ચર્ચા

modi japanલોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ એક જમાનામાં તેમણે વડનગરના રેલવે-સ્ટેશન પર ચા વેચી હતી એ વાત કરી હતી અને પછી દેશભરમાં એની જ ચર્ચા રહી હતી અને એના પગલે નરેન્દ્ર મોદીએ આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ‘ચાય પે ચર્ચા’ યોજીને લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં.

જોકે ગઈ કાલે જપાનના વડા પ્રધાન શિન્ઝો અબેએ શિખર મંત્રણા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં અકાસાકા પૅલેસમાં ગઈ કાલે સવારે ટી-સેરેમની રાખી હતી જેમાં તેમણે પહેલાં ટી-કેક ખાધી હતી અને સ્પેશ્યલ કપમાં ગ્રીન ટી પીધી હતી. જપાનમાં સ્પેશ્યલ ગેસ્ટ આવે ત્યારે તેને ચા પિવડાવવાનો રિવાજ છેક ૧૬મી સદીથી ચાલ્યો આવે છે અને શિન્ઝો અબે નરેન્દ્ર મોદીની એકદમ બાજુમાં પગ વાળીને બેઠા હતા. જપાનની ટ્રેડિશનલ ચા ગ્રીન રંગના પાઉડરના રૂપમાં હોય છે અને એ વામોનો નામના વાસણમાં આપવામાં આવે છે.

No comments:

Post a Comment