Thursday, September 11, 2014

હાલોલ પ્લાન્ટમાં યૂએસએફડીએનું ઑડિટ

અમેરિકી ડ્રગ રેગ્યુલેટર યૂએસએફડીએનું ભારતીય ફાર્મા કંપનીઓ પરનું કડક વલણ યથાવત છે. અત્યાર સુધી યૂએસએફડીએના રડારમાં ઓછી આવેલી સનફાર્માના ગુજરાતના હાલોલ પ્લાન્ટમાં ડ્રગ રેગ્યુલેટરે અચાનક ઑડિટ કર્યુ છે. સૂત્રો મુજબ આ ઑડિટ સોમવારે શરૂ થયું હતુ જે અત્યારે પણ ચાલું છે. માનવામાં આવી રહ્યું છે કે મૅન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને ક્વાલિટી કન્ટ્રોલ મુદ્દે આ ઑડિટ કરવામાં આવી રહ્યું છે.. આ પહેલાં 2012માં હાલોલ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી. સ્વાભાવિક છે આ અચાનક ઑડિતથી કંપનીને જોરદાર આંચકો લાગ્યો છે. સનફાર્માના ખરકડી પ્લાન્ટના ઈમ્પોર્ટ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

No comments:

Post a Comment