Thursday, September 18, 2014

સ્કોટલેન્ડ સ્વતંત્ર દેશ બનશે તો ઝૂમી ઊઠશે ભારતીય શરાબ ઉદ્યોગ

સ્કોટલેન્ડે બ્રિટનથી અલગ થઇને સ્વતંત્ર દેશ બનવું કે નહિ અંગે પ્રજાનો ચુકાદો આવવાની ઘડીઓ ગણાઇ રહી છે અને વિશ્વના બજારો અદ્ધર જીવે તેની પર નજર રાખી રહ્યા છે ત્યારે બીજુ તો ઠીક, પરંતુ ભારતના વ્હિસ્કી ડિસ્ટિલર્સ માટે અલગ સ્કોટલેન્ડ આશીર્વાદરૂપ પૂરવાર થવાની શક્યતા જોવાય છે. સ્કોટલેન્ડમાં સ્કોચ ઇન્ડસ્ટ્રીઝને આ ડર સતાવી રહ્યો છે.
સ્કોટલેન્ડ સ્વતંત્ર દેશ બનશે તો ઝૂમી ઊઠશે ભારતીય શરાબ ઉદ્યોગ
એડનબર્ગ સ્થિત સ્કોચ વ્હિસ્કી એસોસિયેશને તાજેતરમાં એવી ચિંતા વ્યક્ત કરી હતી કે સ્કોટલેન્ડ સ્વતંત્ર દેશ બનશે તો તેમના ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે, કેમકે તેમને સ્કોચ માટે મળતું 'ફંડામેન્ટલ' રક્ષણ ગુમાવવું પડશે.  

યુકેના સ્કોચ વ્હિસ્કી રેગ્યુલેશન્સ, 2009 અનુસાર, સ્કોચ વ્હિસ્કીનું ઉત્પાદન સ્કોટલેન્ડમાં જ કરવું પડે છે. યુરોપીયન યુનિયન અને ભારત સહિતના બધા દેશોમાં આની ખબર છે.
 કદાચ આ કારણે જ મેકેલનનો ભાવ લગભગ 4,000 રૂપિયા ($65) છે, જ્યારે ભારતમાં કર્ણાટકમાંથી મળતી અમૃત સિંગલ માલ્ટ વ્હિસ્કીની બોટલ તેનાથી અડધી કિંમતે મળે છે. તેથી બ્રિટન અને યુરોપીયન યુનિયન આ 'ભૌગોલિક ઓળખ' ગણાતી આ પ્રોડક્ટના રક્ષણ માટે મથી રહ્યા છે. જેમકે, આપણે ત્યાં દાર્જિંલિંગ ચા કે ફ્રેંચ બરગંડી વાઇન આવી જ ભૌગોલિક ઓળખ ધરાવે છે.

સ્કોટલેન્ડ અલગ પડશે તે સાથે તેને યુરોપીયન યુનિયનમાં તાત્કાલિક પ્રવેશ મળી જવાનો નથી, તેથી પરિણામે સ્કોચ તેનું ભૌગોલિક રક્ષણ ગુમાવશે.
 
ભારતીય ડિસ્ટિલરીઝને આની શું અસર થશે?
 
2012ના આંકડા પ્રમાણે, વ્હિસ્કીના વૈશ્વક સપ્લાયમાંથી આશરે અડધો હિસ્સો ભારતમાં ખપી જાય છે. વ્હીસ્કીના કુલ વેચાણમાં સ્કોચનો હિસ્સો 1 ટકા કરતા પણ ઓછો છે, તેમ છતાં તેનું વેચાણ વધી રહ્યું છે. ભારતીય શરાબ ઉત્પાદકોને સ્કોચના નામે સ્કોટલેન્ડને ખાસ અધિકારો મળે તે ગમે નહિ.
 
યુરોપીયન યુનિયન અને ભારત વરસોથી મુક્ત વ્યાપારની ચર્ચા કરતા રહ્યા છે, પરંતુ આ ચર્ચા અટકી પડી છે તેનું આંશિક કારણ ભારતના શરાબ ઉદ્યોગે વ્યક્ત કરેલી ચિંતા છે.
ભારતમાં વિદેશી શરાબ પર 150 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ પડે છે. તેથી ભારતની શરાબ કંપનીઓ ફ્રેન્ચ વાઇન્સ અને સિંગલ માલ્ટ સ્કોચની બોટલથી બજાર ઊભરાઇ જાય એવું ઇચ્છતી નથી.

એવી કોઇ ખાતરી નથી કે યુરોપીયન યુનિયન સ્કોટલેન્ડ યુનિયનમાંથી નિકળી જાય પછી પણ સ્કોચ વ્હિસ્કીની ચિંતા કરવા તૈયાર હશે. વળી, ભારત પણ સ્કોચના નામનો ઉપયોગ જાળવી રાખવા સ્વતંત્ર સ્કોટલેન્ડની વિનંતીનો સ્વીકાર કરે એવી શક્યતા પણ ખૂબ ઓછી છે.
 સ્કોચના ટોચના 10માંથી પાંચ બજારો ભારત જેવા ઊભરતા અર્થતંત્રોમાં આવેલા છે અને તેમાના મોટા ભાગના દેશો ફ્રી-ટ્રેડ એગ્રિમેન્ટ્સ હેઠળ સ્કોચને રક્ષણ આપે છે.

રોબોબેન્કના બેવરેજીસ એનાલિસ્ટ, ઇલીના સેપુટો કહે છે કે, સ્વતંત્ર થશે તો સ્કોટિશ સરકાર માટે ખરેખર દુષ્કર સ્થિતિ બનશે. તેમણે પુનઃ મંત્રણા કરવી પડશે.
 
ભારત જો યુરોપમાં ખાસ કરીને ફ્રાંસમાં વ્હિસ્કીના રસિયાઓને વેરામુક્ત વ્હિસ્કી ઉપલબ્ધ બનાવવામાં આવે તો તેના બદલામાં ફ્રેન્ચ વાઇનને આવકારની તૈયારી બતાવી શકે છે. કારણ કે ફ્રેંચ લોકો વિશ્વમાં માથાદીઠ સૌથી વધુ વ્હિસ્કી પીએ છે.

No comments:

Post a Comment