Tuesday, September 16, 2014

PM બન્યાં બાદ પહેલીવાર અમદાવાદ આવેલા મોદીનુ ઉષ્માભર્યુ સ્વાગત

modiમોદીને અમદાવાદ એરપોર્ટ પર આવકાર્યા બીજેપી પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે.કાર્યકરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
અમદાવાદ,તા.16 સપ્ટેમ્બર

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે પહેલી વખત ગુજરાતની ધરતી પર પગ મૂક્યો છે.આવતીકાલે દેશ અને ગુજરાતના મહેમાન બનનાર ચીની રાષ્ટ્રપતીને આવકારવા માટે પીએમ મોદી આજે જ અમદાવાદ આવી પહોચ્યાં છે.લગભગ 4.00 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે બીજેપીના પ્રેસિડેન્ટ અમીત શાહ,ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ઉમળકાભેર પીએમને આવકાર્યા હતા.અમદાવદા પહોંચીને મોદી પહેલા પાર્ટીના  કાર્યકરોને પણ મળ્યાં હતા.પીએમ બન્યા પછી મોદી પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાતીઓ પણ આનંદીત હતા.

કાર્યકરોને સંબોધન માટે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી અડાલજ પહોંચશે.ત્યારબાદ ત્રિમંદિર ખાતે ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ પણ યોજાનાર છે.ત્યાંથી મોદી ગુજરાત રાજભવન ખાતે રવાના થશે અને રાજભવન ખાતે જ ભોજન બાદ ત્યાંજ રોકાણ કરવાના છે.જો કે આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.પીએમ બન્યા પછી તેમના જન્મદિવસે જ મોદી ગુજરાતમાં હોવાથી ઉત્સાહમાં ઓર ઉમેરો થશે.દરવર્ષની જેમ મોદી આ વખતે પણ જન્મદિવસે માતા હીરા બાના આશિર્વાદ લઈને જ આગળના કાર્યક્મની શરૂઆત કરશે.

No comments:

Post a Comment