Wednesday, November 19, 2014

વડોદરામાં ફેસબુકવોર: ગોલીઓ કે વેપારી હૈ હમ ઇસ લિયે કભી ઘોડા ન દિખાના

(તસવીર: હરદીપસિંગ ઠાકુરના ફેસબુક પર થયેલો ફોટો અને પોસ્ટ નજરે પડે છે)
 
વડોદરામાં ફેસબુકવોર: ગોલીઓ કે વેપારી હૈ હમ ઇસ લિયે કભી ઘોડા ન દિખાના
વડોદરા: શહેરના પ્રતાપગંજ વિસ્તાર સ્થિત શ્રૃંગાર રેસિડન્સીમાં રહેતા 30 વર્ષના હરદીપસિંગ રામધનસિંગ ઠાકુર પર દસ જેટલા શખ્સો દ્વારા રવિવાર રાત્રે ગોળીબાર કરવામાં આવ્યા હતો જેમાં હરપદીપ સિંગને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો હતો. આ હુમલો જમીન કે નાણાની લેવડદેવડની અદાવતમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા દેવા ભરવાડ દ્વારા કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ આ હુમલામાં સામેલ હોવાના શંકમંદ કલ્પેશ દલસાણિયાના ઘરે ટોળાએ સોમવાર રાત્રે હુમલો કરતાં શહેરમાં જાણે રીતસરનું ગેંગવોર શરૂ થઇ ગયું છે. આ ગેંગવોરના પડઘા પણ ફેસબુક પર જોવા મળી રહ્યાં છે. હરદીપસિંગના ફેસબુક પર તેના મિત્રો ફાયરિંગની ઘટનાનો બદલો લેવા તથા તે ઝડપથી સાજો થઇ જાય તેવી સતત પોસ્ટ કરી રહ્યાં છે. બીજી તરફ હરદીપસિંગના ફેસબુક પર જૂની પોસ્ટ પર નજર કરીએ તો તે મિત્રો સાથે દારૂપીતો હોય તેવી તસવીરો પણ જોવા મળી રહી છે.
 
મંગળવારે સાંજે હરદીપના એક મિત્રએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી જે આ પ્રમાણે છે: ગોલીઓ કે વેપારી હૈ હમ, ઇસ લિયે કભી ઘોડા ન દૈખાના મેરે દોસ્ત ક્યોકી જબ ટ્રીગર દબાઓગે ગોલી બહાર આતે હી પહલે ઇસ બાદશાહ કો સલામ કરેલી.... ગેટ વેલ સૂન બ્રો...  
 
-‘હમ કલ ભી ઇતિહાસ બનાયેંગે’ફોટા સાથે FB પર કોમેન્ટ કરી
 
હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા હરદીપસિંગના મિત્રોએ રવિવારની રાત્રે ફેસબુક પર હરદીપસિંગના ફોટા સાથેની કોમેન્ટ પોસ્ટ કરી હતી, જેમાં રાત્રે 11.53 કલાકે એક મિત્રએ "હમારા ઇતિહાસ હૈ ઔર હમ કલભી ઇતિહાસ બનાયેંગે' તેવી કોમેન્ટ કરી હતી તો ત્યાર બાદ એક દોઢ કલાક બાદ પણ એક કોમેન્ટ કરાઈ હતી. જેમાં લખવામાં આવ્યું કે, "હમ જી રહે હૈ, મકબરા નહી હુએ અભી તક' આમ, બનાવ બાદ ફેસબુક પર હરદિપસિંગ અંગે તેમના મિત્રોએ ફોટા સાથે પોસ્ટ કરેલા બાબત ચર્ચાનો વિષય બની છે.
વડોદરામાં ફેસબુકવોર: ગોલીઓ કે વેપારી હૈ હમ ઇસ લિયે કભી ઘોડા ન દિખાના

No comments:

Post a Comment